Business News: સોના-ચાંદીના વાયદાના ભાવમાં સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યા બાદ આજે નરમાઈ જોવા મળી રહી છે. બંનેના વાયદાના ભાવ આજે ઘટાડા સાથે ખુલ્યા હતા. સોનાના વાયદામાં રૂ.73,800ની આસપાસ જ્યારે ચાંદીના વાયદા રૂ.93,550ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીની ભાવિ ભાવમાં મંદી છે.
સોનું સસ્તું થયું
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના વાયદાના ભાવમાં ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. સોનાનો બેન્ચમાર્ક જૂન કોન્ટ્રાક્ટ આજે રૂ. 577ના ઘટાડા સાથે રૂ. 73,790 પર ખૂલ્યો હતો. રૂ. 73,832ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સમયે તે દિવસની ઊંચી સપાટીએ રૂ. 73,922 અને દિવસની નીચી સપાટી રૂ. 73,701 પર પહોંચ્યો હતો. સોમવારે સોનાના વાયદાની કિંમત રૂ. 74,442ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી.
ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડો થયો
ચાંદીના વાયદાના ભાવમાં પણ આજે સુસ્તી જોવા મળી હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક જુલાઈ કોન્ટ્રાક્ટ આજે રૂ. 1,506ના ઘટાડા સાથે રૂ. 93,761 પર ખૂલ્યો હતો. તે રૂ.93,397 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસની ટોચે રૂ. 93,780 અને દિવસની નીચી સપાટી રૂ. 92,798 પર પહોંચ્યો હતો. સોમવારે ચાંદીના વાયદાના ભાવ રૂ. 95,480ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં નરમાઈ
ઓછામાં ઓછા 5 બાળકો પેદા કરે, જો ઉછેરી ન શકો તો 4 અમને આપો, શીખોને કરવામાં આવી અજીબ અપીલ
ભાજપ શા માટે 400થી વધારે સીટનો દાવો કરી રહી છે? 2019માં હારી ગયેલી અડધી બેઠકો જીતવાનો વિશ્વાસ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવ ઘટાડા સાથે શરૂ થયા છે. કોમેક્સ પર સોનું $2,431.50 પ્રતિ ઔંસ પર ખુલ્યું. અગાઉનો બંધ ભાવ $2,438.50 પ્રતિ ઔંસ હતો. સમાચાર લખવાના સમયે, તે $20.90 ના ઘટાડા સાથે $2,417.60 પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમેક્સ પર ચાંદીનો વાયદો $32.05 પર ખૂલ્યો હતો, જે અગાઉનો બંધ ભાવ $32.42 હતો. સમાચાર લખવાના સમયે, તે $ 0.08 ના ઘટાડા સાથે $ 31.60 પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.