Business News: છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ચાલી રહેલો વધારો અટકવાના કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા. બુધવારે ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સોનું તેની સર્વકાલીન ટોચ પર પહોંચી ગયું છે. આ પહેલા આજે 11મી માર્ચે સોનાની કિંમતે પણ રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે ફરી પીળી ધાતુએ પાછલા દિવસોમાં બનાવેલા સ્તરને પાછળ છોડી દીધું છે. બુધવારે એમસીએક્સ બુલિયન માર્કેટમાં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો.
સોનું ફરી નવા રેકોર્ડ પર
બુલિયન માર્કેટમાં બુધવારે 24 કેરેટ સોનાની કિંમત 200 રૂપિયાથી વધુ વધીને 65795 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. 23 કેરેટ સોનું રૂ. 65532 પર જોવા મળ્યું હતું. આ સિવાય 999 ટન ચાંદી મામૂલી વધારા સાથે રૂ.73859 પ્રતિ કિલોગ્રામના સ્તરે જોવા મળી હતી. 22 કેરેટ સોનાનો ભાવ 60288 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ 49346 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. એમસીએક્સ પર સોનું 18 રૂપિયા વધીને 65601 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું.
માર્ચ મહિનાની શરૂઆતથી જ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. 1 માર્ચે સોનાનો ભાવ 62816 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો હતો. પરંતુ 20 માર્ચે આ દર હવે 65795 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. અગાઉ 29 ફેબ્રુઆરીના રોજ 62241 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો દર હતો. આ રીતે માર્ચ મહિનામાં જ સોનામાં 10 ગ્રામ દીઠ 3500 રૂપિયાથી વધુનો વધારો થયો છે. બુધવારે ચાંદીનો ભાવ 73859 રૂપિયા પ્રતિ કિલો છે.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
20 માર્ચે સોના અને ચાંદીના ભાવ
24 કેરેટ સોનું— 65795 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
23 કેરેટ સોનું — રૂ 65532 પ્રતિ 10 ગ્રામ
22 કેરેટ સોનું— 60268 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
18 કેરેટ સોનું — રૂ 49346 પ્રતિ 10 ગ્રામ
ચાંદીની કિંમત—73859 રૂપિયા પ્રતિ કિલો