Business News: કેન્દ્ર સરકારે ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે. સરકારે બુધવારથી સ્થાનિક સ્તરે ઉત્પાદિત કાચા તેલ પર વિન્ડફોલ ટેક્સ વધારીને 8400 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. અગાઉ તે 9600 રૂપિયા પ્રતિ ટન હતો જે ઘટાડીને 8400 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે. આ ટેક્સ સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (SAED)ના રૂપમાં લાદવામાં આવ્યો છે. નવા દરો 1 મે એટલે કે આજથી લાગુ થઈ ગયા છે.
ડીઝલ, પેટ્રોલ અને ATF પર કેટલો ટેક્સ લાદવામાં આવે છે?
સત્તાવાર સૂચના અનુસાર, ડીઝલ, પેટ્રોલ અને એવિએશન ફ્યુઅલ અથવા એટીએફની નિકાસ પર SAED શૂન્ય પર જાળવવામાં આવી છે.
જુલાઈ 2022માં પહેલીવાર વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો હતો
ભારતે પહેલીવાર 1 જુલાઈ, 2022ના રોજ વિન્ડફોલ પ્રોફિટ પર ટેક્સ લાદ્યો હતો. આ સાથે તે એવા દેશોમાં જોડાઈ જેઓ ઉર્જા કંપનીઓના અસાધારણ નફા પર ટેક્સ લાદે છે. છેલ્લા બે અઠવાડિયાના સરેરાશ તેલના ભાવના આધારે દર પખવાડિયે કર દરની સમીક્ષા કરવામાં આવે છે. સરકારે વિન્ડફોલ ટેક્સ લાગુ કર્યો, જે નિકાસ પર વિશેષ વધારાની આબકારી જકાતના સ્વરૂપમાં એક પ્રકારનો કર છે. દર પખવાડિયે, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વિન્ડફોલ ટેક્સ વધારવા અથવા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવે છે.
ગરમીમાં સળગી રહ્યું છે ભારત, 5 દિવસ હીટવેવ આમ જ ચાલુ રહેશે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
બાપ રે બાપ: માત્ર 12 કલાકમાં 10,000 વખત વીજળી ત્રાટકી, આકાશમાંથી તબાહીનો વીડિયો જોઈ છાતી બેસી જશે!
50000 વર્ષથી આ તળાવનું પાણી હજું પણ નથી સુકાયું, લોનાર તળાવની કહાની સાંભળી ગોથું ખાઈ જશો
છેલ્લી સમીક્ષા બેઠકમાં દરોમાં ઘટાડો કરવામાં આવ્યો
ભારત સરકારે છેલ્લી સમીક્ષા બેઠકમાં એટલે કે 15મી એપ્રિલે દેશમાં પેટ્રોલિયમ ક્રૂડ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો હતો. તે રૂ.6800 પ્રતિ ટનથી વધારીને રૂ.9600 પ્રતિ મેટ્રિક ટન કરવામાં આવ્યો હતો જે આજે 15 દિવસ બાદ ઘટ્યો છે.