ધાબે ઉગાડો ફળ, ફૂલ અને શાકભાજી, સરકાર સબસિડી મારફતે આપશે રહી છે 75% રૂપિયા…

Desk Editor
By Desk Editor
Share this Article

Agriculture news: ખેતી કરવાનો શોખ છે પણ જમીન નથી તો ચિંતા ના કરશો.. સરકાર તમારા માટે લઈને આવી છે શાનદાર યોજના. આ યોજના એવી છે જેનાથી તમને તગડી કમાણી થશે એમાં પણ સરકાર સામેથી રૂપિયા આપશે. બિહાર સરકાર રૂફટોપ ગાર્ડનિંગ માટે એક સ્કીમ લાવી છે. આ હેઠળ તમે તમારા ટેરેસ પર ઓર્ગેનિક ફળો, ફૂલો અને શાકભાજી ઉગાડી શકો છો.

સરકારી સહાયનું ગણિત સમજો

ઘરની છત પર એક યુનિટ એટલે કે 300 વર્ગ ફૂટમાં ટેરેસ ફાર્મિંગનો ખર્ચ 50,000 થાય જેટલો થાય છે. તેનો 75 ટકા ખર્ચ સરકાર આપશે. એટલેકે 37,500 સરકાર આપશે જ્યારે બાકીનો 12,500 ખર્ચ લાભાર્થીઓએ કરવાનો રહેશે. વ્યક્તિગત રહેણાંક મકાનોમાં ઘરના ધાબે કુલ બે યુનિટ અને કોઈ સંસ્થા કે જાહેર એપોર્ટમેન્ટમાં કુલ પાંચ યુનિટમાં સરકાર સબસિડી આપશે.

રૂફટોપ ગાર્ડનિંગ સ્કીમ શું છે?

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં ધાબા પર ફળો, ફૂલો અને શાકભાજીને પ્રોત્સાહન આપવાનો છે. બિહારના પટના, ગયા, મુઝફ્ફરપુર અને ભાગલપુરના શહેરી વિસ્તારોને આ યોજનાનો લાભ મળશે. યોજના હેઠળ, સરકાર રૂફટોપ ગાર્ડનિંગ માટે 75% સબસિડી આપે છે. કોઈપણ અરજદાર વધુમાં વધુ 5 યુનિટનો લાભ લઈ શકે છે. આ ગ્રાન્ટનો લાભ કોઈપણ સંસ્થાને મળવાપાત્ર નથી.

કેવી રીતે થાય છે અરજી?

https://horticulture.bihar.gov.in વેબસાઇટ પર યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો. વેબસાઇટના ડેશબોર્ડ પર ઉપલબ્ધ ‘રૂફટોપ ગાર્ડનિંગ સ્કીમ’ની ‘એપ્લાય’ લિંક પર જાઓ અને તમે જરૂરી વિગતો ભરીને અરજી સબમિટ કરી શકો છો.


Share this Article