Career News: ધોરણ 10મું પાસ માટે સરકારી નોકરીની કેટલી તકો રહેલી છે? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં ઉદ્દભવતો હશે. તો તમને જણાવી દઈએ કે ડિફેન્સ, રેલવે, પોસ્ટ સેવાઓ વગેરે જેવા ફિલ્ડમાં ધોરણ 10 પાસ પછી અનેક વિકલ્પો છે. સરકારી નોકરી ઈચ્છતા અને 10મું પાસ યુવાઓ પણ તૈયારી કરી શકે છે. આ માટે તેમણે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાની રહેશે.
ભારતીય સેના
ભારતીય સેનામાં સૈનિક જનરલ ડ્યૂટી, સૈનિક ટેક્નિકલ, સૈનિક ક્લાર્ક/ સ્ટોરકીપર જેવી શ્રેણીઓ માટે ધોરણ 10 પાસ કર્યા બાદ અરજી કરી શકાય છે. અગ્નિવીર તરીકે પણ ભારતીય સેનાનો ભાગ બનવાની તક છે. ધોરણ 10 પાસ કરીને સેનામાં સરકારી નોકરી કરવા પર સારી નોકરી સાથે કરિયરની શરૂઆત થઈ શકે છે.
IAF Group C Posts
ભારતીય વાયુસેના વિવિધ ગ્રુપ સી સિવિલિયન પદો પર ભરતી માટે પરીક્ષા આયોજિત કરાવે છે. તેમાં મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS), લોઆર ડિવિઝન ક્લાર્ક (LDC), કુક વગેરે સામેલ હોય છે. આઈએએફ ગ્રુપ સી પદો પર ભરતી યોગ્યતાના આધારે કરાઇ છે. એન્ટ્રન્સ એક્ઝામનું પેપર પણ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન મુજબ બનાવવામાં આવે છે.
રેલવે ભરતી બોર્ડ ગ્રુપ ડી
રેલવે ભરતી બોર્ડ વિવિધ ટેક્નિકલ વિભાગોમાં ટ્રેક મેન્ટેનર અને હેલ્પર/આસિસ્ટન્ટ જેવા અનેક પદો માટે ગ્રુપ ડી પરીક્ષાનું આયોજન કરે છે. આઈટીઆઈ પરીક્ષા પાસ કરનારા યુવા પણ આરઆરબી ગ્રુપ ડી પરીક્ષા આપીને રેલવેમાં સરકારી નોકરી મેળવી શકે છે. ત્યારબાદ અનુભવ અને યોગ્યતાના આધારે પ્રમોશન માટે અરજી કરી શકે છે.
ઈન્ડિયા પોસ્ટમાં પણ તક
ધોરણ 10 પાસ યુવા ઈન્ડિયા પોસ્ટ એટલે કે, ભારતીય પોસ્ટ વિભાગમાં પણ સરકારી નોકરી માટે અરજી કરી શકે છે. ઈન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર જેવા અનેક પદો માટે 10મું પાસ યુવાઓની ભરતી કરે છે. આ માટે ઓફિશિયલ વેબસાઈટ indiapost.gov.in પર વેકન્સીની વિગતો ચેક કરતા રહેવું જોઈએ.