India News : દિવાળી પર સરકાર કરોડો દેશવાસીઓને સસ્તા લોટની ભેટ આપવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે સોમવારે દેશભરમાં ઔપચારિક રીતે ‘ભારત આટા’ બ્રાન્ડ નામ હેઠળ ઘઉંના લોટને 27.50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવાનું શરૂ કર્યું છે. સરકારે ગ્રાહકોને દિવાળી પહેલા રાહત આપવા માટે આ પગલું ભર્યું છે, જેથી તેમનું ઘરેલુ બજેટ બગડે નહીં. જો તમે પણ બજારમાંથી 32 રૂપિયા પ્રતિ કિલો કે તેથી વધુના ભાવે લોટ ખરીદી રહ્યા છો, તો તમે સરકાર દ્વારા આના કરતા પણ ઓછી કિંમતે વેચવામાં આવતો લોટ ખરીદી શકો છો.
ભારત આટા ક્યાંથી ખરીદવા?
કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પિયુષ ગોયલે સોમવારે બપોરે 2 વાગ્યાથી સબસિડીવાળા ભારત આટા નું વેચાણ શરૂ કરી દીધું છે. ‘ભારત આટા’નું વેચાણ સહકારી મંડળીઓ નાફેડ, એનસીસીએફ અને કેન્દ્રીય ભંડાર દ્વારા દેશભરમાં 800 મોબાઇલ વાન અને 2,000 થી વધુ દુકાનો દ્વારા કરવામાં આવશે.
લોટ ઉપરાંત ‘ભારત દાળ’ પણ બજારમાં છે.
સરકારે તહેવાર દરમિયાન દેશવાસીઓને મોંઘવારીથી રાહત આપવા માટે ભારત લોટના ભાવ 29.5 રૂપિયા પ્રતિ કિલોથી ઘટાડીને 27.5 રૂપિયા પ્રતિ કિલો કરી દીધા છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઈ) ઘઉંના લોટના વેચાણ માટે સેન્ટ્રલ પૂલમાંથી ૨.૫ લાખ ટન ઘઉંની સપ્લાય કરી રહી છે. આ ઘઉંને પીસીને 10 કિલો અને 30 કિલોના પેકિંગમાં વેચવામાં આવશે. કઠોળના વધતા ભાવને રોકવા માટે સરકારે સબસિડીવાળા ભારત દાળનું વેચાણ શરૂ કરી દીધું છે.
ગુજરાતના બે-બે પૂર્વ મુખ્યમંત્રી સાથે એક જ દિવસે ભયંકર અકસ્માત, રૂપાણી અને મહેતા માંડ-માંડ બચ્યા
ખાદ્ય સચિવ સંજીવ ચોપડાએ તહેવારોની સિઝનમાં ઘઉં, ચોખા અને ખાંડની પર્યાપ્ત ઉપલબ્ધતા અને સ્થિર ભાવોની આગાહી કરી હતી. તેમણે કહ્યું કે, “આ માટે સરકારે ઘઉં તેમજ ચોખાની નિકાસ પર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે.”