India News: જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં ગુરુવારે નવો વળાંક આવ્યો જ્યારે એક બૌદ્ધ ગુરુએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે જ્ઞાનવાપી ન તો મસ્જિદ છે કે ન તો મંદિર, પરંતુ બૌદ્ધ મઠ છે. રિટ પિટિશનમાં તેમણે બૌદ્ધ મઠ અંગે પણ સર્વે કરાવવાની માગણી કરી હતી. બૌદ્ધ ધર્મના ગુરુ સુમિત રતન ભંતે તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં એવા ઘણા મંદિરો છે જે બૌદ્ધ મઠોને તોડીને બનાવવામાં આવ્યા છે.પિટિશન મુજબ, જ્ઞાનવાપીમાં મળેલા ત્રિશુલ અને સ્વસ્તિક પ્રતીકો બૌદ્ધ ધર્મના છે. કેદારનાથ અથવા જ્ઞાનવાપીમાં જે જ્યોતિર્લિંગ કહેવાય છે તે બૌદ્ધ ધર્મનો સ્તૂપ છે અને તેથી જ જ્ઞાનવાપી ન તો મસ્જિદ છે કે ન તો મંદિર, બલ્કે તે બૌદ્ધ મઠ છે. સુમિત રતન ભંતેએ દેશમાં બૌદ્ધ મઠોની શોધ શરૂ કરી છે.
આ અંતર્ગત એવા જૈન બૌદ્ધ મઠોની શોધ કરવામાં આવી રહી છે, જેને તોડીને મંદિર કે અન્ય ધાર્મિક સ્થળો બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું, ‘તમામ મંદિરો અને મસ્જિદો તેમના મૂળ સ્વરૂપમાં આવવા જોઈએ. બૌદ્ધ મઠમાંથી જ્યાં પણ તેમનું સ્વરૂપ બદલવામાં આવ્યું છે. બૌદ્ધ મઠો તેમના મૂળ સ્વરૂપમાં પાછા આવવા જોઈએ. બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સંખ્યા પણ આ જ ઈચ્છે છે.બૌદ્ધ ગુરુએ કહ્યું કે તેઓ બદ્રીનાથ અને કેદારનાથ સહિત અન્ય મંદિરો અંગે પણ અરજી દાખલ કરશે.
ટામેટાંના ભાવે ફરીથી લોકોને રાતે પાણીએ રડાવ્યા, 260 રૂપિયાના એક કિલો, હજુ આના કરતા પણ ભાવ વધારો થવાની શક્યતા, જાણો કારણ
આ લખનઉ છે સાહેબ, જો ગાડી નો પાર્કિગમાં ઊભી રાખી તો…. મંત્રી અને પોલીસના પણ મેમો ફાટ્યા, આખા ભારતમાં કિસ્સાની જોરદાર ચર્ચા
અમને ધમકી મળી છે, જો ઘર ખાલી નહીં કરીએ તો… હિંસા બાદ નૂંહ ગુરુગ્રામમાંથી બુલેટ ટ્રેનની ગતિએ પલાયન શરૂ, મજદુરો ભાગ્યા
તેમણે સનાતન બૌદ્ધ ધર્મને સૌથી પ્રાચીન ગણાવ્યો. તેમણે કહ્યું, ‘જો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) યોગ્ય રીતે સર્વે કરે તો માત્ર બૌદ્ધ મઠ જ મળશે અને જો મળે તો જ્ઞાનવાપી અમને સોંપી દો.’સુમિત રતને વધુમાં કહ્યું કે, ‘ઈસ્લામ 1500 વર્ષ પહેલા આવ્યો હતો અને હિંદુ ધર્મ 1200 વર્ષ પહેલા આવ્યો હતો. બૌદ્ધ ધર્મ અઢી હજાર વર્ષ પહેલાનો છે. દેશમાં પરસ્પર મતભેદની જે પરંપરા શરૂ થઈ છે તે યોગ્ય નથી. બૌદ્ધ મઠોનું પણ સર્વે કરીને બૌદ્ધ સમાજને પરત કરવું જોઈએ. જો નિર્ણય યોગ્ય હોત તો ત્યાં બૌદ્ધ મઠ હોત.