India News: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે દંગ રહી જશો. વાયરલ થઈ રહેલો વીડિયો મુંબઈ એરપોર્ટનો છે, જ્યાં કેટલાક લોકો રનવે પર બેસીને જમતા અને આરામ કરતા જોવા મળે છે. મુંબઈ એરપોર્ટના ટાર્મેક પર બેઠેલા મુસાફરોની તસવીરો પણ શેર કરી છે, જ્યાં ઈન્ડિગોની ફ્લાઈટ્સ પણ દેખાઈ રહી છે.
passengers of IndiGo Goa-Delhi who after 12 hours delayed flight got diverted to Mumbai having dinner just next to indigo plane pic.twitter.com/jGL3N82LNS
— JΛYΣƧΉ (@baldwhiner) January 15, 2024
એક મુસાફરે ટ્વિટ કરીને લખ્યું કે, ‘ઈન્ડિગોની ગોવા-દિલ્હી ફ્લાઈટ 12 કલાકથી વધુ મોડી પડ્યા બાદ પેસેન્જર્સે ઈન્ડિગો પ્લેનની બાજુમાં બેસીને ડિનર ખાધું.’
ઈન્ડિગોની ફ્લાઇટ નંબર 6E 2195 ગોવાથી દિલ્હી (ઈન્ડિગો ગોવા-દિલ્હી ફ્લાઇટ) ઓપરેશનલ સમસ્યાઓના કારણે મુંબઈ તરફ વાળવામાં આવી હતી. સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું કે એરપોર્ટના સૂત્રોએ ફ્લાઈટના ડાયવર્ઝનની પુષ્ટિ કરી છે.