કર્ણાટકમાં ભારે વરસાદનો કહેર યથાવત છે. આ પ્રાણઘાતક વરસાદમાં અત્યાર સુધીમાં ૯ લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. હુગલી સહિત અનેક જિલ્લાઓમાં પાણી ભરાવાના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.
રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ૪ ટીમો મોકલવામાં આવી છે. આથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સ્કૂલોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે મુખ્યમંત્રી બસવરાજ એસ બોમ્મઈએ બેંગલુરૂના વરસાદથી પ્રભાવિત અનેક વિસ્તારોનો પ્રવાસ કર્યો છે.
આ વરસાદના કારણે ૨૦૪ હેક્ટર ખેતી અને ૪૩૧ હેક્ટર બાગાયતી પાકોનો નુકસાન થયું છે. આ ઉપરાંત ૨૩ ઘરોને સંપૂર્ણપણે નુકસાન થયું છે. રેવન્યુ મંત્રી આર અશોકે જણાવ્યું કે ચિક્માંગલુર, દક્ષિણ કન્નડ, ઉડુપી, કોડાગુ, શિવમોગ્ગા, દાવણગેરે, હસન અને ઉત્તર કન્નડ આ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.