India News : હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) ફરી એકવાર ભારે વરસાદથી તબાહી મચાવે તેવી શક્યતા છે. હવામાન વિભાગે (Meteorological department) ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. 21 થી 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આફત સામે ઝઝૂમી રહેલા હિમાચલ પ્રદેશ માટે રાહતના કોઈ સમાચાર નથી. લોકોની મુશ્કેલીઓ હજુ વધવાની છે.
શિમલા સેન્ટર ઓફ મિટીયરોલોજી (Shimla Center of Meteorology) અનુસાર હિમાચલમાં આગામી 48 કલાકમાં વરસાદ ચાલુ રહેશે. પરંતુ 48 કલાક બાદ એટલે કે 21 ઓગસ્ટથી વરસાદ વધશે. આ દરમિયાન 21 ઓગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. જે 24 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. હવામાન વિભાગે કહ્યું કે શિમલા, મંડી, કુલ્લુ, બિલાસપુર, સોલન, ચંબા, સિરમૌર, ઉના અને કાંગડામાં ભારે વરસાદ પડશે. રાજ્યના બે જિલ્લા કિન્નૌર અને લાહૌલ સ્પીતિ માટે રાહત છે.
તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સમય દરમિયાન વરસાદને કારણે પીવાના પાણી અને વીજળીની સમસ્યાઓ આવી શકે છે. કાંગડા, ચંબા, શિમલા, કુલ્લુ, સિરમૌર, સોલન, કિન્નૌર અને લાહૌલ-સ્પીતિમાં પણ પૂરની સંભાવના છે.
નોંધપાત્ર વાત એ છે કે હિમાચલમાં વરસાદની મોસમ ચાલુ છે. કાંગડામાં ગત રાત્રે ભારે વરસાદ પડ્યો છે. તેવી જ રીતે મંડી, સોલનમાં પણ વરસાદ જોવા મળ્યો છે. રાજ્યમાં સતત વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. મંડીથી પંડોહ સુધી હાઈવે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પરંતુ અહીંથી કુલ્લુ જતો હાઇવે બંધ છે. રાજ્યમાં હજુ પણ 600થી વધુ રસ્તાઓ બંધ છે.
ટામેટાંનો પાવર હોય તો કાઢી નાખજો! 250, 100નો જમાનો ગયો, હવે મળશે 30 રૂપિયા પ્રતિ કિલો, જાણો ક્યારથી
ચોમાસામાં અત્યાર સુધી 330 લોકોના મોત
24 જૂને મોનસૂન હિમાચલમાં પ્રવેશ્યું હતું. ત્યાર બાદ 330 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં માર્ગ અકસ્માતનો પણ સમાવેશ થાય છે. આ જ રીતે રાજ્યને 7 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 14-15 ઓગસ્ટના રોજ વરસાદને કારણે રાજ્યમાં 3 દિવસમાં 70 લોકોએ જીવ ગુમાવ્યા હતા.