ચૂંટણીને લઈ અમિત શાહના ઘરે મોડી રાત સુધી બેઠક ચાલી, ભાજપના મોટા મોટા માથાઓ હાજર રહીને નવા જૂની કરશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News : આ વર્ષના અંતમાં છત્તીસગઢમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) આવાસ પર મોડી રાત સુધી મોટી બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં ચૂંટણી સાથે જોડાયેલી રણનીતિ તેમજ ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. શાહની સાથે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, (JP Nadda) સંગઠન મંત્રી બીએલ સંતોષ, પ્રભારી ઓમ પ્રકાશ માથુર અને સહ પ્રભારી મનસુખ માંડવિયા પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

 

 

જાણકારી અનુસાર ગૃહમંત્રીના નિવાસ સ્થાને યોજાયેલી આ બેઠકમાં છત્તીસગઢ ભાજપ અધ્યક્ષ અરુણ સાઓ સહિત પ્રદેશ કોર કમિટીના અન્ય ઘણા નેતા પણ હાજર હતા. બુધવારે સાંજે યોજાનારી ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠકના એક દિવસ પહેલા જ આ બેઠક મળી છે. આ બેઠક પહેલા જ બે ડઝન જેટલા ઉમેદવારોના નામ તપાસવાના છે.

 

રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપના ઉમેદવારોના નામ પર ચર્ચા થશે અને કોને મેદાનમાં ઉતારવા તેના નામને મંજૂરી આપવામાં આવશે. પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે, જ્યારે રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.

 

 

ચૂંટણી પહેલા ભાજપે પોતાની રણનીતિ બદલી છે

વાસ્તવમાં કર્ણાટકની ચૂંટણીમાં રાજકીય હારથી સંકેત લઈને ભાજપે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પોતાની રણનીતિ બદલી નાખી છે. રણનીતિમાં આ બદલાવ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ જોવા મળ્યો છે. જ્યાં, ભાજપ ચૂંટણી પહેલા પોતાની નબળી બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી રહી છે. ભાજપે અત્યાર સુધીમાં છત્તીસગઢમાં 19 અને મધ્યપ્રદેશમાં 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

 

ઓહ બાપ રે: ગુજરાતથી મથુરા જતી બસનો અકસ્માત, 11 લોકોના મોતથી હાહાકાર, 20 અતિ ગંભીર હાલતમાં

હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, ગુજરાત તરબોળ થશે કે કોરુધાકોર રહેશે? ખેડૂતો દિવસે ને દિવસે ઘેરી ચિંતામાં

સામાન્ય માણસ માટે સૌથી મોટી રાહતના સમાચાર, મોંઘવારી ઘટી ગઈ, શાકભાજી સહિત તમામ ખાદ્યપદાર્થો સસ્તા થયા

 

કર્ણાટકમાં મોટું નુકસાન થયું છે

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કર્ણાટકમાં ચૂંટણી હાર્યા બાદ ભાજપને પોતાની રણનીતિ બદલવાની ફરજ પડી છે. આ વર્ષે રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે છેલ્લી ઘડીએ કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં, ઉમેદવારોને જનતા સુધી પહોંચવાની અને પ્રચાર કરવાની પૂરતી તક મળી ન હતી. જો ઉમેદવારોના નામ પહેલા જ જાહેર કરવામાં આવે તો તેમને પ્રચાર તેમજ રણનીતિ બનાવવાની ભરપૂર તક મળશે.

 

 


Share this Article