Tata wistron Deal: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ટાટા ગ્રુપ હવે ભારતમાં iPhones બનાવશે. મામલા સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે એપલના સપ્લાયર વિસ્ટ્રોનની ફેક્ટરીના ટેકઓવર ડીલને 750 મિલિયન ડોલર (લગભગ 6700 કરોડ રૂપિયા)માં ફાઈનલ કરવામાં આવી છે. વિસ્ટ્રોનના અધિગ્રહણ બાદ ટાટા ગ્રૂપ iPhone એસેમ્બલ કરનારી પ્રથમ ભારતીય કંપની બનશે. આ ડીલમાં વિસ્ટ્રોનની લોન પણ સામેલ છે.
કંપની પર 75-80 મિલિયન ડોલરની લોન
બુધવારે બંને પક્ષો દ્વારા અધિગ્રહણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 27 ઓક્ટોબરે જાહેર થયેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે 125 મિલિયન ડોલર (લગભગ 1000 કરોડ રૂપિયા) ચૂકવવામાં આવશે. પરંતુ આ માત્ર એક ઇક્વિટી ચેક છે. આ સિવાય કંપની પાસે 75-80 મિલિયન ડોલરની લોન છે, જે ટેકઓવર કંપનીએ ચૂકવવી પડશે. આ ઉપરાંત, મૂળ કંપની દ્વારા વિસ્ટ્રોન ઇન્ડિયાને $550 મિલિયનની ઇન્ટર-કોર્પોરેટ લોન આપવામાં આવી છે.
2008માં ભારતીય બજારમાં પ્રવેશ કર્યો
વિસ્ટ્રોનના યુનિટનું ટેકઓવર ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ (TIPL) દ્વારા કરવામાં આવી રહ્યું છે. તમિલનાડુના હોસુરમાં તેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. TEPL દેશમાં Appleના સપ્લાયર્સમાંનું એક છે. તાઈવાન સ્થિત કંપની વિસ્ટ્રોન 2008માં ભારતીય બજારમાં પ્રવેશી હતી. તે સમયે કંપની દ્વારા અનેક ઉપકરણોના સમારકામની સુવિધા આપવામાં આવી હતી.
હાથમાં આ રેખા હોય તો વ્યક્તિ આજીવન કરોડો છાપે, જ્યાં જાય ત્યાં દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવે
ઘરની બારી જો આ દિશામાં હોય તો ધનનો ભંડાર ભરાય જાય, દેવી લક્ષ્મી અને કુબેર દેવતા રૂપિયાનો વરસાદ કરે
2017માં વિસ્ટ્રોને કામગીરીનો વિસ્તાર કર્યો અને Apple માટે iPhonesનું ઉત્પાદન શરૂ કર્યું. વિસ્ટ્રોનના આ પ્લાન્ટમાં 14000 થી 15000 કર્મચારીઓ કામ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Appleની શરતો હેઠળ નફો મેળવવામાં પડકારને કારણે તેણે તેની ભારતીય એસેમ્બલી ફેક્ટરીને વેચવાનો નિર્ણય કરવો પડ્યો. ભારતમાં પૈસા કમાવવા માટે કંપનીને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.