India News: રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ આ મામલો વિવાદમાં છે. 5 ડિસેમ્બરે સુખદેવ સિંહ ગોગામેડીને તેમના ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સુખદેવ ગોગામેડીનાં હત્યારાઓ હવે પોલીસની કસ્ટડીમાં છે. શૂટર્સ અને તેમના સહયોગી સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમની ઓળખ જયપુરના રોહિત રાઠોડ અને મહેન્દ્રગઢના નીતિન ફૌજી અને આરોપી ઉધમ સિંહ તરીકે કરવામાં આવી છે. આ હત્યાની જવાબદારી વિદેશમાં બેઠેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય રોહિત ગોદરાએ લીધી છે. રોહિત ગોદારાએ તમામ આયોજન તેના જમણા હાથ વીરેન્દ્ર ચરણ દ્વારા કરાવ્યું છે.
આ હત્યાકાંડ પછી હવે દરેક વ્યક્તિ કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી તેમના પરિવાર અને તેમની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા છે તે જાણવા માંગે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હત્યા પાછળ ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટીનો મુદ્દો પણ હતો.
સૌપ્રથમ તો વાત કરીએ વર્ષ 2013ની…જ્યારે સુખદેવે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો…કારણ કે આ પહેલીવાર હતું જ્યારે તેમણે ચૂંટણી એફિડેવિટમાં સત્તાવાર રીતે તેમની સંપત્તિ વિશે માહિતી આપી હતી. 2013માં તેમણે બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી હતી. પરંતુ તે હારી ગયા અને ત્રીજા ક્રમે રહ્યા. તે ચૂંટણીમાં 33 હજાર મત મળ્યા હતા.
ચૂંટણી એફિડેવિટમાં તેણે વર્ષ 2013માં પોતાની સંપત્તિ માત્ર 9 લાખ રૂપિયા હોવાનું જાહેર કર્યું હતું. આ ચૂંટણી પછી જ તેણે પ્રોપર્ટીનો બિઝનેસ શરૂ કર્યો હતો. તે બને તેટલા પૈસા કમાવા માંગતા હતા. કહેવાય છે કે જાટ અને ગુજરોની જમીન બાબતે રોહિત ગોદારા સાથે મતભેદ હોવાથી આ હત્યા પાછળ મિલકતનો વિવાદ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં જે ઘરમાં તેની હત્યા કરવામાં આવી હતી તે ઘર પર ગોગામેડી દ્વારા બળજબરીથી કબજો કરવામાં આવ્યો હતો.
તાજેતરના અહેવાલો અનુસાર સુખદેવ સિંહ ગોગામેડી કરોડોની સંપત્તિ પાછળ છોડી ગયા છે. રાજસ્થાન અને ઘણા રાજ્યોમાં તેમના નામ પર ઘણી પ્રોપર્ટી અને બિઝનેસ છે. ઘણા સૂત્રોના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની પાસે લગભગ 100 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર સમર્થન નથી. તેમજ તેના પરિવાર તરફથી પણ આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.
-સુખદેવ સિંહ ગોગામેડી લોકેન્દ્ર સિંહ કાલવીની શ્રી રાજપૂત કરણી સેનાના ભાગ હતા, જેણે સંજય લીલા ભણસાલીની ‘પદ્માવત’ સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ બાદમાં જૂથ સાથેના વિવાદ બાદ તેણે પોતાની કરણી સેના બનાવી.
– દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ ‘પદ્માવત’ અને ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનને કારણે સુખદેવ સિંહ ગોગામેડી ચર્ચામાં આવ્યા હતા. આ ઘટનાઓને લઈને તેના ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા.
-સુખદેવ સિંહ ગોગામેડીનો જન્મ 20 ફેબ્રુઆરી 1970ના રોજ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ગોગામેડીમાં થયો હતો. તેમના મૃત્યુ સમયે તેઓ શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ હતા.
-સુખદેવસિંહ ગોગામેડી પણ હિસ્ટ્રીશીટર હતા. તેની સામે 30થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. 1995 થી તેમના મૃત્યુ સુધી તેમના પર અપહરણ, ખંડણી, લૂંટ, ગેરકાયદેસર હથિયારો, હત્યા વગેરે જેવા ઘણા ગંભીર કેસ નોંધાયા હતા.
અંબાલાલની નવી આગાહીથી લગ્ન સમયે હાહાકાર, કાલથી મેઘરાજા ધબધબાટી બોલાવશે, આ જિલ્લામાં મોટો ખતરો!
હમાસે ઈઝરાયેલને લુખ્ખી ધમકી આપી દીધી, કહ્યું- તમારો એક પણ બંધક અહીંથી જીવતો નહીં જાય, જો તમે…
-સુખદેવસિંહ ગોગામેડીએ ત્રણ લગ્ન કર્યા હતા. તેઓ પોતાની પાછળ ત્રણ પત્નીઓ છોડી ગયા છે. જો કે, ગોગામેડીનો તેની પત્નીઓ સાથે વિવાદ ચાલતો હતો. તેમની બંને પત્નીઓ ઘણી વખત સોશિયલ મીડિયા પર આવી હતી અને તેમના ઝઘડા વિશે જણાવ્યું હતું.