National News: આપણે ત્યાં મોટાભાગે એવું થાય છે કે, મુસાફરને રેલવે સ્ટેશન મૂકવા માટે તેના પરિજનો સાથે જતા હોય છે. તે સમયે જેની પાસે મુસાફરીની ટિકિટ નથી તેવા લોકોએ પ્લેટફોર્મ ટિકિટ ફરજિયાત લેવાની હોય છે. પરંતુ તમે એ જાણો છો કે, પ્લેટફૉર્મ ટિકિટ કેટલા ટાઇમ સુધી માન્ય છે અને જો આ નિયમનું ઉલ્લંઘન કર્યું તો કેટલો દંડ થઇ શકે છે?
ઓનલાઇન પણ મળી જશે પ્લેટફૉર્મ ટિકિટ
સૌથી પહેલા તો એ જણાવી દઇએ કે, પ્લેટફૉર્મ ટિકિટ હવે ઓનલાઇન પણ મળે છે. જેના માટે તમારે લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. ઓનલાઇન પ્લેટફોર્મ ટિકિટ માટે તમારે રેલવેની UTS એપ ઇન્સ્ટૉલ કરવાની રહેશે તેમાંથી તમને ઓનલાઇન પ્લેટફોર્મ ટિકિટ મેળવી શકો છો.
કેટલા સમય સુધી માન્ય રહેશે ટિકિટ?
મોટા રેલવે સ્ટેશન પર ટિકિટ વેલિડિટીનો સમય 2 કલાક છે અને આ ટિકિટ કેન્સલ પણ નથી થતી એટલે જ્યારે પ્લેટફોર્મ પર જવાનું હોય ત્યારે જ લેવાનો આગ્રહ રાખવો જોઇએ. જો કોઇ ટ્રેન લેટ છે તો પણ પ્લેટફોર્મ ટિકિટનો સમયગાળો 2 કલાકનો જ રહેશે એટલે ટિકિટ લેતા પહેલા હંમેશા ટ્રેનનું સ્ટેટસ ચેક કરવું જોઇએ.
જો નિયમનો ભંગ કર્યો તો..?
હવે વાત કરીએ દંડની તો જે વ્યક્તિ પાસે પ્લેટફોર્મ ટિકિટ નથી અથવા તો વેલિડિટી ખતમ થઇ ગઇ છે તો 250 રૂપિયાનો દંડ ભરવો પડશે. એની સાથે સાથે નજીકના રેલવે સ્ટેશનનું ભાડું પણ ચૂકવવું પડશે. મતલબ કે, તમે A સ્ટેશન પર પકડાયા છો તો તમારી પાસેથી નજીકના B સ્ટેશન એટલે કે, 250+ એ સ્ટેશનથી બી સ્ટેશન સુધીનું ભાડુ પણ ચૂકવવું પડશે.