Business News: સોનાના આભૂષણો અને સોનાની બનેલી દરેક વસ્તુ બધાને ગમે છે. ઘણી વખત ભવ્યતા બતાવવા માટે અબજોપતિઓ સોનાની બનેલી કેટલીક ઘરગથ્થુ વસ્તુઓ બનાવે છે. દુબઈમાં કેટલાક લોકોની કાર સોનાની બનેલી હોય છે. જોકે તેની કિંમત કરોડોમાં હોય છે. તે જ સમયે, ઘણા દેશોની સરકારો પણ તેમની તિજોરીઓમાં સોનું ભરીને રાખે છે. શું તમે જાણો છો કે ખાણકામ દ્વારા પૃથ્વી પરથી 1,90,000 ટન સોનું કાઢ્યા પછી પૃથ્વી પર કેટલું સોનું બચ્યું છે?
પૃથ્વી પર કેટલું સોનું બાકી છે?
અત્યાર સુધીમાં પૃથ્વી પરથી સોનાના 1,90,000 ટન ટુકડાઓ કાઢવામાં આવ્યા છે. આ પછી પણ પૃથ્વી પોતાના ગર્ભમાં સોનું છુપાવી રહી છે. એક અંદાજ મુજબ અત્યારે પૃથ્વી પર કુલ 50 હજાર ટન સોનું છે. જેને માઈનીંગ દ્વારા બહાર કાઢી શકાય છે.
ક્યા દેશની સરકાર પાસે સૌથી વધુ સોનું છે?
જો તમે વિચારી રહ્યા હોવ કે કયા દેશમાં સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ હશે, તો અમેરિકા પાસે વિશ્વમાં સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ છે. જેની પાસે 8,133.46 ટન સોનાનો ભંડાર છે. આ યાદીમાં બીજા નંબરે જર્મનીનું નામ આવે છે. જેની પાસે 3,352.65 ટન ગોલ્ડ રિઝર્વ છે. જે બાદ ત્રીજા નંબર પર ઈટાલીનું નામ આવે છે. ઇટાલી પાસે 2,451.84 ટન સોનું અનામત છે.
હવે આઈસ્ક્રીમ, કેક અને ચોકલેટના ભાવમાં પણ આવશે તોતિંગ વધારો, જાણો કેટલા પૈસા વધારે ખર્ચવા પડશે
સોનું 1,397 રૂપિયાના ઉછાળા સાથે નવી ટોચે પહોંચ્યું, જ્વેલરી ખરીદનારાને જોઈને જ સંતોષ માનવો પડશે
ભારત પાસે કેટલું સોનું છે?
ભારતની વાત કરીએ તો આપણા દેશમાં 803.58 ટન ગોલ્ડ રિઝર્વ છે. ગોલ્ડ રિઝર્વની યાદીમાં ભારત નવમા નંબરે આવે છે. સોનાની વધતી માંગને ધ્યાનમાં લેતા અંદાજ લગાવી શકાય છે કે આગામી સમયમાં સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.