અયોધ્યામાં રામ મંદિરમાં ભક્તોની ભારે ભીડમાં 102 લોકોની તબિયત બગડી, પ્રથમ દિવસે તમામ દર્દીને શ્રીરામ હોસ્પિટલમાં ખસેડાયાં

Desk Editor
By Desk Editor
Share this Article

Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામલલાનો પ્રાણપ્રતિષ્ઠા સમારંભ પૂરો થયા બાદ સોમવારની આખી રાત રામજન્મભૂમિ પથ આસપાસ શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહી હતી. સવારે જેવું મંદિર ખૂલ્યું. એવી જ ભીડે મંદિરમાં પ્રવેશ માટે દોડાદોડ કરવા માંડી હતી. ગર્ભગૃહમાં ભારે ભીડના દબાણના કારણે ઘણા લોકોની તબિયત બગડી હતી. કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, તો કેટલાકને ઈજા થઈ હતી. ભીડથી અસરગ્રસ્ત આવા લોકોને સારવાર માટે શ્રીરામ હોસ્પિટલ લઈ જવાયા હતા.

સાંજે 6 વાગ્યા સુધીમાં 102 લોકોને હોસ્પિટલ પહોંચાડાયા હતા. તેમાંના 8 લોકોને મેડિકલ કોલેજ રિફર કરાયા હતા. સવારે આરતી બાદ લગભગ નવ વાગ્યા સુધી ખૂબ મોટી સંખ્યાના લોકોની ભીડનો પ્રવેશ ચાલુ રહ્યો હતો. ત્યાર બાદ જિલ્લાના અધિકારીઓએ એસએસબી અને આરએએફ બોલાવીને ભીડને મંદિરની અંદર જવા માટે વ્યવસ્થિત કરી હતી.

પોલીસે લોકોને કરી અપીલ

અયોધ્યામાં રામલલાના દર્શન માટે અભૂતપૂર્વ ભીડ ઉમટી પડી છે. લાખો લોકો રામમંદિર પહોંચી રહ્યા છે. ચાર લાખ લોકા એક જ દિવસમાં દર્શન કરી ચૂક્યા છે અને તેનાથી પણ વધારે લોકો બહાર છે. તંત્રને ભીડને સંભાળતા રીતસરનો પરસેવો પડી રહ્યો છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે સીએમ યોગીએ પોતે મેદાનમાં ઉતરવું પડ્યું છે. આઠ હજાર સુરક્ષા પોલીસે લોકોને રીતસરની અપીલ કરવી પડી રહી છે કે તેઓ હાલમાં અયોધ્યા ન આવે. આ દરમિયાન બારાબંકી-અયોધ્યા હાઈવે પર ગાડીઓને રોકવામાં આવી રહી છે. રુટ ડાઈવર્ટ કરવામાં આવી રહ્યા છે. તેના લીધે હાઈવે પર મોટાપાયા પર ચક્કા જામની સ્થિતિ છે

દરમિયાનમાં ભીડના લીધે ઘણા શ્રદ્ધાળુઓએ પરેશાનીનો સામનો કરવો પડયો હતો. સીએમએસ આરકે શર્મા અનુસાર, મોટા ભાગના દરદીઓ શ્વાસ સંબંધી તકલીફ, ચક્કર આવવાં સાથે બ્લડપ્રેશરના જોવા મળ્યા. કેટલાક લોકોને છાતીમાં દબાણ અનુભવાયું હતું, તો કેટલાક લોકોને શરીરના વિવિધ ભાગમાં ફ્રેક્ચર થયાં હતાં. સવારથી લઈને સાંજ સુધીમાં 102 દરદીઓને શ્રીરામ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાંના આઠ દરદીઓને દર્શનનગર મેડિકલ કોલેજ રિફર કરાયા હતા.

22 જાન્યુઆરીએ દર્શન માટે મનાઈ

તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરીએ પીએમ મોદી સહિત દેશભરમાંથી અનેક વરિષ્ઠ નેતાઓ અને ફિલ્મ, રમતગમત અને ઉદ્યોગ સાથે જોડાયેલા ચહેરાઓ ચેહરે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા પહોંચ્યા હતા. આ કારણે સામાન્ય ભક્તોને 22 જાન્યુઆરીના રોજ રામલલાના દર્શનની પરવાનગી મળી શકી નથી.

23 જાન્યુઆરીએ સવારથી જ ભીડ ઉમટી

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું ત્યારથી ભક્તો પોતાને દર્શન કરવાથી રોકી શકતા નથી. સ્થિતિ એવી છે કે ભારે ઠંડીમાં પણ હજારો ભક્તો વહેલી સવારે 3 વાગ્યાથી છાવણી કરવા રામ મંદિરના મુખ્ય દ્વાર પર પહોંચી ગયા છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી પ્રથમ સવારે ભક્તો પૂજા કરવા અને શ્રી રામ લલાના દર્શન કરવા માટે સવારથી મોટી સંખ્યામાં એકઠા થયા હતા.

આ છે મંદિરનું ટાઈમ ટેબલ

13 વર્ષ મોટા બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે તૈયાર…? હવે અનન્યા પાંડેએ તોડ્યું મૌન, કહ્યું- “મને કોઈ પરવા નથી…”

હૃદયના ધબકારા વધી જતા તથ્ય પટેલના જામીન માંગ્યા, કોર્ટે હંગામી જામીન ફગાવી, ફરી મેડિકલ ચેકઅપનો આદેશ

ઈન્ડિયા ટીવી દ્વારા મળેલી માહિતી મુજબ મંદિર સવારે 8 વાગ્યાથી મધરાત 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. રામલલાને દરરોજ સવારે 4 કલાકે મંત્રોચ્ચાર સાથે જગાડવામાં આવશે. આ પછી મંદિરમાં સવારે 4:30 થી 5 દરમિયાન મંગળા આરતી થશે. રામ મંદિરમાં દરરોજ 5 વાગે આરતી થશે. આ સાથે રામ મંદિરમાં બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. આ દરમિયાન મંદિરના દરવાજા બંધ રહેશે.


Share this Article