સોશિયલ મીડિયાના આ યુગમાં કોઈપણ માહિતી લોકો સુધી પહોંચાડવી ખૂબ જ સરળ બની ગઈ છે. હાલમાં જ એક સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે જે પણ લોકસભા ચૂંટણીમાં વોટ નહીં કરે તેના ખાતામાંથી 350 રૂપિયા કપાશે. દરેકને ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર છે. પરંતુ શું એવું થશે કે મતદાન ન કરવા બદલ પૈસા કપાશે? આવો જાણીએ આ વાયરલ સમાચારની સત્યતા વિશે.
સોશિયલ મીડિયા પર એક અખબારની કટિંગ વાયરલ થઈ છે, જેમાં લખવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ આ લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે તો તેના બેંક ખાતામાંથી 350 રૂપિયા કપાશે. જ્યારે PIBએ આ વાયરલ સમાચારની તથ્ય તપાસી તો તેણે જણાવ્યું કે આ ફેક ન્યૂઝ છે અને કહ્યું કે તેમાં કરવામાં આવેલા તમામ દાવાઓ નકલી છે. ચૂંટણી પંચ દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વધુમાં, PIBએ લોકોને કહ્યું કે આવા સમાચાર બિલકુલ શેર ન કરો. આ પછી ચૂંટણી પંચે એક ટ્વિટમાં આ વાયરલ સમાચારને ફેક ગણાવ્યા છે અને લોકોને આવા સમાચારોથી સાવધાન રહેવા કહ્યું છે.
दावा: लोकसभा चुनाव में जो मतदाता अपने मताधिकार का प्रयोग नहीं करेंगे, चुनाव आयोग द्वारा उनके बैंक खातों से ₹350 काट लिए जाएंगे।#PIBFactCheck
यह दावा फर्जी है।
@ECISVEEP द्वारा ऐसा कोई निर्णय नहीं लिया गया है।
ऐसी भ्रामक खबरों को शेयर न करें।
https://t.co/ceQFBot8Sq pic.twitter.com/iTzAyRrxsL
— PIB Fact Check (@PIBFactCheck) September 16, 2022
ચૂંટણી પંચે એ પણ જણાવ્યું કે 2019માં જે ફેક ન્યૂઝ વાયરલ થઈ રહ્યા હતા તે ફરીથી કેટલાક વોટ્સએપ ગ્રુપ અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે એક ટ્વીટમાં કહ્યું છે કે સમાચારમાં કરવામાં આવેલા દાવા સંપૂર્ણપણે ખોટા છે.