ઉત્તર પ્રદેશમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. આ દરમિયાન ચૂંટણીને લઈને ફિલ્મ સમીક્ષક કમાલ ખાનનું એક વાહિયાત નિવેદન સામે આવ્યું છે. KRKએ યોગી આદિત્યનાથને સીધો પડકાર ફેંક્યો છે અને વચન આપ્યું છે કે જો યોગી હારશે નહીં, તો તે ક્યારેય ભારત પરત નહીં આવે. કમાલ ખાને ટ્વીટ કરીને જાહેરાત કરી કે જો યોગી 10 માર્ચે ફરી સત્તામાં આવશે તો તેઓ ક્યારેય ભારત નહીં આવે.
એક તરફ ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમી વધી રહી છે, તો બીજી તરફ તમામ રાજકીય પક્ષો રાજ્યમાં પોતાની સત્તા કબજે કરવા માટે જોરશોરથી પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મ સમીક્ષક અને અભિનેતા કમલ ખાને ટ્વીટ કરીને જાહેરાત કરી કે જો યોગી આદિત્યનાથ 10મીએ સત્તામાં આવશે તો તેઓ ભારત છોડી દેશે. KRKએ ટ્વીટ કર્યું, “આજે હું પ્રતિજ્ઞા લઉં છું કે જો 10મી માર્ચ 2022ના રોજ ઉત્તર પ્રદેશમાં યોગીનો પરાજય નહીં થાય, તો હું ક્યારેય ભારત પાછો નહીં આવું. જય બજરંગબલી.”
કમાલ ખાનના આ ટ્વિટ પર યૂઝર્સ તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. તેને ટ્રોલ કરતા, એક યુઝરે તેની 16 માર્ચ, 2014ની પોસ્ટ શેર કરી, જેમાં KRK પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર સાથે જોવા મળે છે. તે સમયે કેઆરકેએ લખ્યું હતું કે જો મોદીજી જીતી ગયા તો હું હંમેશા માટે ભારત છોડી રહ્યો છું. યુઝરે લખ્યું કે સર (કમાલ ખાન) તમે 2015માં જ મોદીની જીત પર ભારત છોડી દીધું છે, તો ફરી કેવી રીતે આવો.