મોબાઈલમાં આવ્યો નવો નિયમ! જ્યારે તમે ફોન કરશો, ત્યારે તમારી આખી કુંડળી સામેવાળાની સ્કીન પર દેખાશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

India News: ઓનલાઈન ફ્રોડની સમસ્યાથી કેન્દ્ર સરકાર ઘણી પરેશાન છે. ઓનલાઈન છેતરપિંડીની મોટાભાગની ઘટનાઓ મોબાઈલ ફોન દ્વારા કરવામાં આવે છે. સરકાર દ્વારા ઓનલાઈન છેતરપિંડી રોકવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે, પરંતુ સમસ્યા હજુ પણ યથાવત છે. આવી સ્થિતિમાં સરકાર કાર્યવાહી કરવાના મૂડમાં છે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ..

સરકારે 100 દિવસની યોજના બનાવી છે

સરકારે 100 દિવસની યોજના તૈયાર કરી છે જે અંતર્ગત અજાણ્યા કોલ કરીને છેતરપિંડી કરનારાઓની ઓળખ કરવામાં આવશે. તેમજ છેતરપિંડી કરનારાઓના નંબરો પણ બ્લોક કરવામાં આવશે. ઉપરાંત આવા કેસોની ફરિયાદ કરવા માટે એક નોડલ એજન્સી બનાવવામાં આવશે, જે નેશનલ સાયબર સિક્યોરિટી એજન્સી તરીકે ઓળખાશે. સરકાર કોઈપણ પ્રકારની છેતરપિંડી સમયસર ઓળખીને તેને રોકવાનો પ્રયાસ કરી રહી છે.

કોલર આઈડી નિયમ લાગુ કરવામાં આવશે

સરકારે 100 દિવસમાં કૉલિંગ નેમ પ્રેઝન્ટેશન એટલે કે CNAP સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં દેશમાં 1 ઓગસ્ટથી કોલર આઈડી સિસ્ટમ લાગુ થઈ શકે છે. તેમજ નેશનલ સાયબર સિક્યોરિટી એજન્સી (NCSA) શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે NCSA એક સરકારી સંસ્થા છે, જે ડિજિટલ ફ્રોડને રોકવા માટે કામ કરે છે.

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર થશે, ટૂંક જ સમયમાં 1 લાખનું એક તોલું થઈ જશે

6,6,6,2… મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર 4 બોલમાં આખી મેચ પલટી નાખી, હાર્દિક પંડ્યા ટગર-ટગર જોતો રહી ગયો

સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પોલીસનો સૌથી મોટો ખુલાસો, આરોપીનું જબરું કનેક્શન બહાર આવતા હાહાકાર

સરકારે આ મોટા પગલા લીધા

આ વર્ષે સરકાર દ્વારા 13 મિલિયન શંકાસ્પદ સિમ કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે. તેમજ 70 હજાર પોઈન્ટ ઓફ સેલ મશીનના જોડાણ કાપી નાખ્યા હતા. આ વર્ષે લગભગ 1.56 લાખ હેન્ડસેટથી છેતરપિંડીના બનાવો બન્યા છે. આ સમયગાળા દરમિયાન લગભગ 200K નકલી SMS હેન્ડલ બંધ કરવામાં આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે TRAI એ 23 ફેબ્રુઆરીએ છેતરપિંડી કોલ્સ રોકવા માટે CNAP બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly