India vs Pakistan, Hardik Pandya : ભારતીય ટીમ ICC ODI વર્લ્ડ કપ (ODI World Cup-2023)માં તેની ત્રીજી મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન (IND vs PAK) સામે રમી રહી છે. આ મેચ અમદાવાદના પ્રતિષ્ઠિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહી છે. ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગ કરવા માટે આપ્યું હતું. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ એક પાકિસ્તાની ખેલાડીને આઉટ કર્યો જે હજુ ફોર્મમાં પરત ફરવાના માર્ગ પર હતો.
રોહિતે PAK ને બેટિંગ માટે આમંત્રણ આપ્યું
અમદાવાદમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ હક ઓપનિંગ કરવા આવ્યા હતા. બંનેએ મળીને 41 રનની ભાગીદારી કરી હતી. આ જોડી ઈનિંગની 8મી ઓવરના છેલ્લા બોલ પર મોહમ્મદ સિરાજે તુટી હતી. તેણે અબ્દુલ્લા શફીક (20)ને એલબીડબ્લ્યુ આઉટ કર્યો હતો.
હાર્દિકે આપ્યો મોટો ઝટકો
આ મેચમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો હતો. તેણે ઈનિંગની 13મી ઓવરના ત્રીજા બોલ પર ઈમામ ઉલ હક (36)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બોલ ઈમામના બેટને અડીને બહાર આવ્યો હતો, જેને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે કેચ કર્યો હતો. ઈમામે પોતાની ઈનિંગમાં 38 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગા ફટકાર્યા.
ગુજરાતમાં મેઘરાજાનું દે દનાદન, આજે 10 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી, જાણો શું કહે છે હવામાન વિભાગ
ઇમામ ફોર્મમાં પાછો ફરતો જ હતો…
ઇમામ ઉલ હકની વર્લ્ડ કપમાં આ સતત ત્રીજી મેચ છે. તેણે છેલ્લી 2 મેચમાં કુલ 27 રન બનાવ્યા હતા. હૈદરાબાદમાં નેધરલેન્ડ સામેની વર્લ્ડ કપની તેની પ્રથમ મેચમાં ઇમામ માત્ર 15 રન અને શ્રીલંકા સામે માત્ર 12 રન જ બનાવી શક્યો હતો. હવે તે ભારત સામે થોડો સમય ટકી રહ્યો હતો પરંતુ આ વખતે પણ તે માત્ર 36 રન જ બનાવી શક્યો હતો.