આસામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ તેના પતિ અને સાસુની નિર્દયતાથી હત્યા કરી અને તેમના મૃતદેહના ટુકડા કરી પોલીથીનમાં ભરીને પડોશી રાજ્ય મેઘાલયમાં ફેંકી દીધા. આ બાબતનો ખુલાસો કરતી વખતે પોલીસે જણાવ્યું કે આરોપી મહિલાએ તેના બે મિત્રો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ચેરાપુંજી નજીક ખાસી હિલ્સમાં રવિવારે મહિલાની સાસુના શરીરના કેટલાક ભાગો મળી આવ્યા હતા. આ હત્યાઓ ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટમાં થઈ હતી.
મહિલાએ અગાઉ 26 જુલાઈએ તેની સાસુની હત્યા કરી
એજન્સી અનુસાર ગુવાહાટી પોલીસ કમિશનર દિગંત બારહે કહ્યું કે આરોપી મહિલાએ અગાઉ 26 જુલાઈએ તેની સાસુની હત્યા કરી હતી જ્યારે તેના પતિની 17 ઓગસ્ટે હત્યા કરવામાં આવી હતી. અમે મહિલા અને તેના બે નજીકના મિત્રોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી મહિલા અને તેના એક સાથીની ગુવાહાટીમાં ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ત્રીજા આરોપીની તિનસુકિયા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી.
પાપી મહિલાએ આવું કાવતરું ઘડ્યું હતું
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેન્ટ્રલ) દિગંત કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે પત્નીએ 29 ઓગસ્ટે તેના પતિ અમરજ્યોતિ ડે (32) અને સાસુ શંકરી ડે (62) વિશે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે, નવેમ્બરમાં અમરજ્યોતિના પિતરાઈ ભાઈએ અન્ય ગુમ વ્યક્તિની ફરિયાદ નોંધાવી. અમરજ્યોતિની પત્ની પર શંકા ઊભી કરી કારણ કે તેણે સાસુના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હતા.
હત્યા ગુવાહાટીના અલગ-અલગ ઘરોમાં થઈ
આ પછી અમે અમારી તપાસ ફરી શરૂ કરી અને હત્યાની જાણ થઈ. તેમણે કહ્યું કે બંને કેસ નૂનમતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને હત્યા ગુવાહાટીના ચાંદમારી અને નારેંગી વિસ્તારમાં અલગ-અલગ ઘરોમાં થઈ છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે આરોપી મહિલાની ઓળખ બંદના કલિતા (32) તરીકે થઈ છે, જ્યારે તેના બે નજીકના સહયોગીઓની ઓળખ ધનતી ડેકા (32) અને અરૂપ ડેકા (27) તરીકે થઈ છે.
બંદના જીમમાં ફિટનેસ ટ્રેનર તરીકે કામ કરતી હતી
તેણે કહ્યું કે પૂછપરછ દરમિયાન ખબર પડી કે બંદના અને અમરજ્યોતિએ લગભગ 12 વર્ષ પહેલા બંને પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા.જો કે, અમરજ્યોતિની માતાએ બાદમાં લગ્ન સ્વીકારી લીધા હતા અને તેને આર્થિક મદદ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ બાદમાં બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. બંદનાએ એક જીમમાં ફિટનેસ ટ્રેનર તરીકે નોકરી લીધી અને તેને શરૂઆતમાં તેની સાસુ દ્વારા ટેકો મળ્યો, પરંતુ પછીથી તે પાછળ હટી ગઈ. આનાથી તેમના સંબંધોમાં તિરાડ પડી.
મૃતદેહના ટુકડા અલગ-અલગ જગ્યાએ ફેંકયા
બંદનાએ દાવો કર્યો હતો કે તેનો પતિ ડ્રગ એડિક્ટ હતો અને એટલું જ નહીં તેની ઘણી મહિલા મિત્રો હતી. પોલીસે જણાવ્યું હતું કે તેના પતિ અને સાસુથી છૂટકારો મેળવવા માટે, મહિલાએ કથિત રીતે તેના મિત્રોની મદદથી તેમની હત્યા કરી હતી. 26મી જુલાઈના રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ તેની સાસુ શંકરી ડેની તેના ઘરમાં ગળું દબાવીને હત્યા કર્યા બાદ ત્રણેયએ તેના શરીરના ત્રણ ટુકડા કર્યા, ધંતી ડેકાની કારમાં મેઘાલય ગયા અને શરીરના જુદા જુદા ટુકડા કરી નાખ્યા.
ફ્લેટમાં સળિયાથી હુમલો કર્યો
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે 17 ઓગસ્ટના રોજ આરોપી બંદનાએ તેના બે નજીકના મિત્રો સાથે મળીને અમરજ્યોતિ પર નારેંગીમાં તેના ફ્લેટમાં સળિયાથી હુમલો કર્યો હતો. તેમના મૃત્યુ પછી શરીરના 5 ટુકડા કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, મૃતદેહના ટુકડા છુપાવવા માટે બંદનાએ ફરીથી એ જ પદ્ધતિ અપનાવી જે તેની સાસુની હત્યા બાદ અપનાવવામાં આવી હતી.
આ મંદિરના રોજ સવારે દર્શન માત્રથી તમને આજીવન કોઈ બિમારી નહીં થાય, ગરીબીનો પણ થશે સર્વનાશ
આ મામલાની તપાસ માટે પોલીસે વિશેષ ટીમની રચના કરી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓને તે જગ્યાએ લઈ ગયા જ્યાં લાશના ટુકડા ફેંકવામાં આવ્યા હતા. પોલીસ કમિશનરે કહ્યું કે ટીમે મેઘાલય પોલીસની મદદથી શોધખોળ હાથ ધરી છે. આ પછી શંકરી ડેના શરીરના ટુકડા મળી આવ્યા હતા.પોલીસે કહ્યું કે મહિલા વારંવાર પોતાનું નિવેદન બદલી રહી છે. આથી હત્યાનું કારણ હજુ સુધી બહાર આવી શક્યું નથી. પોલીસે કહ્યું કે તેમને બંદના અને ધંતીના મોબાઈલ ફોન, શરીરના અંગો લઈ જતી કાર, બંને મૃતકોના એટીએમ કાર્ડ, ફાટેલા કપડા અને એક ધાબળો મળી આવ્યો છે જેમાં શંકરીનું શરીર લપેટાયેલું હતું.