રૂપાળી મહિલા પ્રોફેસરે સ્વિમસૂટમાં શેર કર્યો હોટ ફોટો, વિદ્યાર્થી ઘુરી-ઘુરીને જોતો હતો અને પિતા…. 99 કરોડ રુપિયા વળતરની માંગ કરી

Lok Patrika
By Lok Patrika
Share this Article

એક લેડી પ્રોફેસર પાસેથી રાજીનામું માંગવાની ઘટના સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર અત્યારે ચર્ચા ચાલી રહી છે કે શું કોઈ પણ વ્યક્તિના અંગત જીવનને કારણે તેની કારકિર્દી પ્રભાવિત થાય તે યોગ્ય છે? એક શિક્ષક પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરી શકે કે નહીં? આ પ્રકારની અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કલકત્તામાં સેન્ટ ઝેવિયર્સ યુનિવર્સિટીના એક શિક્ષકે ઈન્સ્ટાગ્રામ પર સ્વિમસૂટમાં પોતાની તસવીર શેર કરી હોવાને કારણે તેમની પાસેથી રાજીનામાની માંગ કરવામાં આવી હતી.

એક રિપોર્ટ અનુસાર, આ મુદ્દો હવે કોર્ટ સુધી પહોંચી ગયો છે. અત્યારે તે પ્રોફેસર અન્ય રાજ્યમાં રહેવા જતા રહ્યા છે. તેઓ કલકત્તાની હાઈકોર્ટમાં ટૂંક જ સમયમાં પિટિશન દાખલ કરવાના છે. તમને જણાવી દઈએ કે, યુનિવર્સિટી તરફથી પ્રોફેસર પાસેથી બિનશરતી માફીની માંગ કરવામાં આવી છે. આટલુ જ નહીં, સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા બદલા ૯૯ કરોડ રુપિયા વળતરની પણ માંગ કરવામાં આવી છે.

આ બનાવ વર્ષ ૨૦૨૧ના ઓક્ટોબર મહિનામાં બન્યો હતો. પ્રોફેસરના જણાવ્યા અનુસાર, એક વિદ્યાર્થીના પિતાએ કોલેજમાં ફરિયાદ કર્યા પછી તેમને વાઈસ ચાન્સલરની ઓફિસમાં રિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારપછી તેમને પદ છોડવાનું કહેવામાં આવ્યુ હતું. પ્રોફેસર જણાવે છે કે, ફરિયાદની કોપી મને આપવામાં નહોતી આવી. તેમણે મને ફરિયાદ વાંચી સંભળાવી હતી.

પ્રોફેસરે જાદવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ સિવાય તેમણે બીજી પોલીસ ફરિયાદ દાખલ કરીને તપાસની માંગ કરી હતી. તેઓ પોલીસની મદદથી તપાસ કરાવવા માંગતા હતા કે, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ જે માત્ર તેમના મિત્રોને દેખાવવી જાેઈએ તે આખરે લીક કેવી રીતે થઈ ગઈ. જ્યારે સંપર્ક કરવામાં આવ્યો તો સેન્ટ ઝેવિયર્સ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ફાધર ફેલિક્સ રાજે કોઈ જ પ્રતિક્રિયા નહોતી આપી.

પ્રેસિડન્સી યુનિવર્સિટીના સોશિયોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ઉપલ ચક્રવર્તી જણાવે છે કે, પ્રોફેસર સોશિયલ મીડિયા પર જે પણ રજૂ કરે છે તેનાથી શૈક્ષણિક ફરજ પ્રભાવિત થાય છે કે નહીં તે ચકાસવાની જરૂર છે. જાે આમ ન થતું હોય તો પછી એક સોશિયલ મીડિયા પોસ્ટને પ્રોફેશનલ ડ્યુટી સાથે જાેડવાની કોઈ જરૂર નથી. નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર ઘણાં લોકો યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલા આ પગલાની ટીકા કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે, સેન્ટ ઝેવિયર્સ કલકત્તાનો એક વિદ્યાર્થી ફોનમાં પ્રોફેસરની તસવીર જાેઈ રહ્યો હતો. વિદ્યાર્થીના પિતાએ યુનિ.ને પત્ર લખીને દીકરાની નહીં પણ પ્રોફેસરની ફરિયાદ કરી. અને કોલેજે અપમાનજનક રીતે નોકરી લઈ લીધી. વાહ, આ ૨૦૨૨ છે. અન્ય એક યુઝરે લખ્યું કે, એક પુરુષ સહકર્મચારીએ મારા માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો. મેં ફરિયાદ કરી અને કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. તે કર્મચારી હજી પણ કામ કરે છે.

અહીં નોંધનીય બાબત એ છે કે પ્રોફેસરનો દાવો છે કે કોલેજમાં નોકરી શરુ કરી તેના બે મહિના પહેલા તેમણે આ તસવીર શેર કરી હતી અને તે પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં. ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરવામાં આવેલી કોઈ પણ વસ્તુ ૨૪ કલાક માટે જ હોય છે. તો તેમની આ તસવીરો લીક કોણે કરી અને વિદ્યાર્થી સુધી કેવી રીતે પહોંચી?


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly