પ્રેમજાળમાં ફસાવીને છેતરાયાના ઘણા સમાચાર તમે વાંચ્યા જ હશે. પરંતુ ઈન્દોરમાં એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. દૂધવાળાને પૈસા ચૂકવ્યા બાદ 25 વર્ષની બીકોમ ગ્રેજ્યુએટ યુવતી દૂધવાળાને દિલ આપી બેઠી. મળતી માહિતી મુજબ યુવતીએ 28 વર્ષના દૂધવાળાને ઓનલાઈન પેમેન્ટ કર્યું ત્યારબાદ દૂધવાળાએ તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. છોકરીએ તેની સાથે વાત કરવાની પણ શરૂ કરી અને દૂધવાળાએ સ્ટેટસ પર કોમેન્ટ કરવાનુ એ પછીથી શરૂ કરી દીધુ.
આ પછી પ્રેમ એટલો વધી ગયો કે બંનેએ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં લગ્ન કરી લીધા. પરંતુ થોડા સમય બાદ હિમાંશુ મુંબઈ જવા રવાના થઈ ગયો હતો, જેનું ઠેકાણું હજુ સુધી જાણી શકાયું નથી. યુવતીના વારંવારના પ્રયાસ બાદ પણ યુવકનો સંપર્ક થઈ શક્યો નથી. આ દરમિયાન યુવતી હિમાંશુને મળવા તેના એરપોર્ટ રોડ સ્થિત ઘરે પણ ગઈ હતી, પરંતુ ત્યાંથી પણ સફળતા મળી ન હતી. હિમાંશુએ ડિસેમ્બર મહિનામાં ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તે જલદી ઈન્દોર આવીને લઈ જઈશ, પરંતુ હજુ સુધી હિમાંશુનો કોઈ પત્તો નથી.આ મામલે તપાસ ચાલી રહી છે.