યુપીની ચૂંટણી બાદ ભાજપની શાનદાર જીતની ઉજવણી કરી રહેલા એક મુસ્લિમ કાર્યકરની તેના જ પાડોશીઓએ હત્યા કરી નાંખી હતી. આ ઘટના કુશીનગરમાં બની હતી. બાબર નામના આ વ્યક્તિએ ભાજપની જીત પર મિઠાઈ વહેંચતા આસપાસના લોકો ભડકયા હતા અને તેને એટલો માર્યો હતો કે, તેનુ મોત થઈ ગયુ હતુ.
હવે કાનપુરમાં પણ એક મુસ્લિમને ભાજપનો ઝંડો ઘર પર લગાવવા બદલ જાનથી મારી નાંખાની ધમકી મળી છે. શકીલ નામના વ્યક્તિને કેટલાક લોકોએ ધમકી આપી છે કે, ભાજપનો ઝંડો નહીં ઉતારે તો તારી બંને આખો કાઢીને ગળુ કાપી નાંખીશું. આ પ્રકારની ધમકીઓ મળ્યા બાદ શકીલ અને્ તેનો પરિવાર ડરી ગયો છે. કારણકે તેમને પણ કુશીનગરમાં બાબરની હત્યા થઈ હતી તે વાતના કારણે વધારે ડર લાગી રહ્યો છે.
શકીલે પોલીસનો પણ સંપર્ક કર્યો છે. જાેકે પોલીસે હજી સુધી કોઈ આરોપીની ધરપકડ કરી છે. ભાજપના સ્થાનિક ધારાસભ્યનુ કહેવુ છે કે, હું પોલીસ સાથે વાત કરીને ધમકી આપનારાઓ સામે કાર્યવાહી કરવા માટે કહીશ. ધારાસભ્ય સુરેન્દ્ર મૈથાનીનુ કહેવુ છે કે, મુસ્લિમ મહિલાઓ પણ ચોરી છુપીથી ભાજપને મત આપે છે અને આ ડરનો માહોલ ખતમ થવો જાેઈએ.