નાણા પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે મહારાષ્ટ્રનું વર્ષ 2023-2024નું બજેટ રજૂ કર્યું હતું. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ગરીબ છોકરીઓના શિક્ષણ માટે નવી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ પાત્ર છોકરીઓને 75 હજાર રૂપિયા રોકડમાં મળશે. લેક લાડકી યોજના (Lek Ladki Yojna)નામની આ યોજનાની જાહેરાત નાણામંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના બજેટ 2023-2024માં કરી છે. ગુરુવારે અહીં રાજ્યનું વર્ષ 2023-2024નું બજેટ રજૂ કરાયુ હતુ.
છોકરીઓને અભ્યાસ માટે મળશે 75 હજાર રૂપિયા
આ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાન અને નાણાં પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર બાળકીઓ અને મહિલાઓના સ્વાસ્થ્ય, નાણાકીય સુરક્ષા અને અન્ય માટે અનેક પગલાં અમલમાં મૂકશે. મહારાષ્ટ્ર સરકારે પોતાના બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરી છે.
કઈ રીતે લાભ મળશે?
ફડણવીસે જાહેરાત કરી હતી કે છોકરીઓના સશક્તિકરણ માટે લેક લાડકી (Lek Ladki Yojna) નામની નવી યોજના શરૂ કરવામાં આવશે જેમાં પીળા અને નારંગી રેશન કાર્ડ ધરાવતા પરિવારમાં બાળકીના જન્મ પર 5000 રૂપિયા, ચોથા ધોરણમાં 4000 રૂપિયા, 6ઠ્ઠા ધોરણમાં 6000 રૂપિયા અને 11મા ધોરણમાં 8000 રૂપિયા આપવામાં આવશે. આ સાથે જ્યારે લાભાર્થી બાળકી 18 વર્ષની થશે ત્યારે તેને આગળના અભ્યાસ માટે 75,000 રૂપિયા રોકડા આપવામાં આવશે.
મહિલાઓ કરી શકશે અડધા દરે ST મુસાફરી
આ સાથે રાજ્ય પરિવહન નિગમની બસોની ટિકિટના ભાવમાં મહિલાઓને 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મહિલા ખરીદદારોને ઘર ખરીદતી વખતે 1 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. હાલની શરતો મુજબ મહિલા 15 વર્ષ સુધી પુરૂષ ખરીદનારને ઘર વેચી શકતી નથી. આ શરત હળવી કરવામાં આવશે અને અન્ય છૂટ આપવામાં આવશે.
આ છે મનોકામના પૂર્તિ મંત્ર: દરેક ઈચ્છા 21 દિવસમાં પૂરી થવાની ખાતરી, ફક્ત 51 વાર જાપ કરો અને પછી જુઓ
આશા જૂથના સ્વયંસેવકો અને પ્રમોટરોનું માનદ વેતન વધારીને રૂ. 1,500, આંગણવાડી કાર્યકરોનું રૂ. 10,000, મીની આંગણવાડી કાર્યકરોનું રૂ. 7,200 અને આંગણવાડી સહાયકોનું રૂ. 5,500 કરવા ઉપરાંત કુલ 20,000 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.