મધ્યપ્રદેશમાં પતિ પત્ની વચ્ચેના ગાઢ પ્રેમનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. પત્નીની ઈચ્છા પૂરી કરવા માટે ભિખારીએ ચાર વર્ષમાં ૯૦૦૦૦ રૂપિયા ભેગા કરીને મોપેડ ખરીદયુ છે. છિંદવાડા જિલ્લામાં રહેતા દિવ્યાંગ સંતોષ સાહૂ અને તેમના પત્ની રસ્તા પર ભીખ માંગે છે. પહેલા સંતોષ ટ્રાયસિકલ ચલાવતા હતા અને તેને પત્ની મુન્નીએ ધક્કો મારવો પડતો હતો.
જાેકે ઢાળવાળા રસ્તા પર પત્નીને ધક્કો મારવો પડતો હતો અને તે વાત સંતોષને ખૂંચતી હતી. એ પછી પત્નીએ મોપેડ ખરીદવા માટે કહ્યુ હતુ. ભીખના પૈસામાંથી બચાવી બચાવીને ચાર વર્ષમાં સંતોષે ૯૦૦૦૦ રૂપિયા ભેગા કર્યા હતા. જેમાંથી તેમણે મોપેડ ખરીદયુ છે. તેનો એક વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. સંતોષ કહે છે કે, પહેલા તો અમને છિંદવાડાના મંદિર અને મસ્જિદ સુધી જવા માટે પણ મુશ્કેલી પડતી હતી. હવે મોપેડના કારણે અમે ભીખ માંગવા માટે છેક ભોપાલ અને ઈન્દોર સુધી પણ જઈ શકીશું.