છત્તીસગઢના બિલા સાપુર શહેરમાંથી આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. આ વીડિયોમા યુવતી છોકરાઓના ટોળામાથી એકને એક મારતી દેખાઇ રહી છે.
યુવતીઓની વાત પરથી એવું લાગે છે કે યુવકે તેમના પર કોઈ કોમેન્ટ કરી હશે અથવા તો છેડતી કરી હશે.
પરંતુ આ વીડિયોમાં બન્ને યુવતીઓ એકદમ બિંદાસ બનીને દબંગ અંદાજમાં યુવકનો કોલર પકડીને જોરદાર માર મારતી જોવા મળે છે. આ બનાવ સિવિલ છે મહારાણા પ્રતાપ ચોક થાણા વિસ્તારમાં હોવાનુ જાણવા મળી રહ્યું છે.
જો કે, આ કેસ હજુ પોલીસ સુધી પહોચ્યો નથી જેથી હાલ પોલીસે પણ આ અંગે કોઈ વાત કરવા ના કહી છે. પરંતુ આ વીડિયો સ્થાનિક સ્તરે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.