વર પધરાવો સાવધાન…. વર ચાલ્યો રે સાસરે….. ભારતના બે રાજ્યમાં કન્યા નહીં પણ વરની થાય છે વિદાય, પુરુષ પોતાની સરનેમ પણ બદલી નાખે

Lok Patrika
By Lok Patrika
Share this Article

ભારતીય ઇતિહાસમાં એવી ઘણી મહિલાઓ થઇ ગઇ જેના પરાક્રમની ચર્ચા આજે પણ થાય છે. હવે દેશમાં મહિલાઓની સ્થિતિ સુધરી રહી છે, પરંતુ ઘણી જગ્યાએ મહિલાઓ માત્ર ઘરકામ પૂરતી જ સિમિત છે. લગ્ન બાદ મહિલાઓનું જીવન પતિની મરજી પ્રમાણે વિતતું હોવાનું સામાન્યપણ જાેવા મળતું હોય છે. પતિ જ મહિલાના જીવનને કેન્ટ્રોલ કરતો હોય છે. આનાથી વિપરીત તમે જાણીને હેરાન થશો કે ભારતમાં એક એવી જનજાતિ છે જેમાં મહિલાઓનું જ રાજ ચાલે છે. મોટાભાગે દેશમાં પુરુષોની ઇચ્છા અનુસાર જ મહિલાઓ જીવન વિતાવતી હોય છે.

લગ્ન બાદ સસરીમાં મહિલાઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પરંતુ ભારતના બે રાજ્યોમાં એક એવી જનજાતિ વસવાટ કરે છે જ્યાં મહિલાઓનું વર્ચસ્વ છે. પૂર્વોત્તર રાજ્ય મેઘાલય અને આસામમાં આ જનજાતિ રહે છે. મેઘાલય અને આસામમાં વસવાટ કરતી આ જનજાતિનું નામ ખાસી છે. આ જનજાતિમાં પુરુષોના સ્થાને મહિલાઓનું માન અને વર્ચસ્વ વધુ હોય છે.

આ જનજાતિમાં મહિલાઓનું રાજ ચાલે છે અને મહિલાઓની વાતને વધુ મહત્વ આપવામાં આવે છે. ભારત સિવાય બાંગ્લાદેશમાં ખાસી જનજાતિ રહે છે. આ જનજાતિના લોકો પુત્રનો જન્મ થતાં ખુશી મનાવતા નથી પરંતુ પુત્રીનો જન્મ થતાં ઉત્સવ મનાવવામાં આવે છે. ખાસ કરીને આ જનજાતિમાં પરિવારની વડીલ કે મુખિયા મહિલા હોય છે. પરિવારમાં મહિલા જ આખરી ર્નિણય લેતી હોય છે.

રસપ્રદ વાત એ પણ છે કે, લગ્ન પછી સામાન્ય રીતે મહિલા પોતાની સરનેમ બદલે છે, પરંતુ ખાસી જનજાતિમાં લગ્ન બાદ પુરુષ પોતાની સરનેમ બદલે છે. બાળકોના નામ પણ માતાની સરનેમ પરથી રાખવામાં આવે છે. સામાન્ય રીતે ભારતમાં લગ્ન બાદ મહિલાઓની વિદાય હોય છે, પરંતુ આ જનજાતિમાં વરની વિદાય થાય છે. આ સિવાય જન્મ બાદ પુત્રીઓ પ્રાણીઓના અંગો સાથે રમે છે અને તેના આભૂષણ બનાવવામાં આવે છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly