ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીંના કર્મા બાલાપુર ગામમાં એક યુવકે આત્મહત્યા કરી લીધી છે. યુવકે લગ્ન પછી તરત જ આત્મહત્યા કરી હોવાની વાત સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘરમાં નવી વહુનો પ્રવેશ થયો હતો. કન્યાને આવકારવા માટે મહિલાઓ શુભ ગીતો ગાતી હતી. ત્યારે જ સમાચાર મળ્યા કે વરરાજાએ રૂમમાં લટકીને આત્મહત્યા કરી લીધી છે. તે પણ એ જ રૂમમાં જ્યાં કન્યા તેના પતિ સાથે આવનારા દિવસો પસાર કરવા જઈ રહી હતી.
યુવકે લગ્ન પછી તરત જ આત્મહત્યા કરી
મળતી માહિતી મુજબ 20 વર્ષીય નાગેશ ઘરની પાસે કરિયાણાની દુકાન ચલાવતો હતો. સોમવારે નાગેશના લગ્ન ઘુરપુરની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ કન્યા વર સાથે તેના સાસરે પહોંચી હતી. બધું બરાબર ચાલી રહ્યું હતું. કન્યાને આવકારવા માટે મહિલાઓ શુભ ગીતો ગાતી હતી. ત્યારે ઘરમાં કોઈએ જોયું કે વર નરેશે તેના રૂમમાં આત્મહત્યા કરી લીધી છે. આ જોઈને વ્યક્તિના હોશ ઉડી ગયા. તેના પરિવારજનોને જાણ કરી હતી.
ખાલી 5 દિવસમાં જ પલટી મારશે આ 4 રાશિના લોકોની કિસ્મત, તિજોરી આખી નોટોના થોકડાથી ચિક્કાર ભરાઈ જશે
બજરંગબલીના અવતાર આ બાબાના મંત્રોથી તમને 100 ટકા ફાયદો થશે, ધનનું નુકસાન અટકાવવું હોય તો જાણી લો
7 દિવસ બરાબરનો ભરાશે જયસુખ પટેલ, મોરબી ઝૂલતા પુલમાં ગયેલા નિર્દોષ લોકોના જીવ અંગે સટાસટી સવાલ થશે
પરિવારજનોએ વરરાજાને લટકતો જોયો કે તરત જ હોબાળો મચી ગયો. પરિવારજનોને લાગ્યું કે નરેશ જીવતો હશે, તેથી તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. બીજી તરફ વરરાજાના મોતના સમાચાર સાંભળતા જ દુલ્હન પણ બેભાન થઈ ગઈ હતી. એક જ ક્ષણમાં પરિવારની તમામ ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ. આ ઘટનાથી લોકો આશ્ચર્યમાં છે કે એવું તો શું થયું કે લગ્ન પછી તરત જ વરરાજાએ ફાંસી લગાવી લીધી. આ સમાચારને પગલે ગામમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. સંબંધીઓએ પોલીસને જાણ કર્યા વિના લાશનો અગ્નિસંસ્કાર કરાવ્યો હતો. પોલીસે પણ હાલ આ મામલે કંઈપણ જણાવવાનો ઈન્કાર કર્યો છે.