મુંબઈ બાદ હવે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે બીબીસીની દિલ્હી ઓફિસમાં ઈન્કમટેક્સ વિભાગનું ‘સર્વે ઓપરેશન’ પણ ગુરુવારે સાંજે સમાપ્ત થઈ ગયું. સર્વે પૂર્ણ થયા બાદ આવકવેરા વિભાગના અધિકારીઓ દિલ્હીના કેજી માર્ગ પર સ્થિત બીબીસી ઓફિસમાંથી બહાર આવતા જોવા મળ્યા હતા. આવકવેરા વિભાગ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ અધિકારીઓને બીબીસીની મુંબઈ ઓફિસમાં ટ્રાન્સફર પ્રાઇસિંગ નિયમોના ઉલ્લંઘન સાથે સંબંધિત કેટલાક દસ્તાવેજો મળ્યા છે.
બીબીસીની દિલ્હી ઓફિસમાં ઈન્કમટેક્સ વિભાગનું ‘સર્વે ઓપરેશન’
આવકવેરા વિભાગે મંગળવારે સવારે લગભગ 11 વાગ્યાથી દિલ્હી અને મુંબઈમાં BBCની ઓફિસમાં ‘સર્વે ઓપરેશન’ શરૂ કર્યું હતું, જે ગુરુવારે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યું હતું. આ સમય દરમિયાન અધિકારીઓએ પસંદગીના કર્મચારીઓના નાણાકીય ડેટા એકત્રિત કર્યા અને સમાચાર સંસ્થાના ઇલેક્ટ્રોનિક અને પેપર ડેટાની નકલો બનાવી.આવકવેરા અધિકારીઓએ જણાવ્યું કે વિભાગે કથિત કરચોરીની તપાસના ભાગરૂપે દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઓફિસમાં આ ‘સર્વે ઓપરેશન’ શરૂ કર્યું હતું.
BC પર ભારત વિરુદ્ધ ‘ઝેરી રિપોર્ટિંગ’ કરવાનો આરોપ
અધિકારીઓએ જણાવ્યું હતું કે બીબીસીની પેટાકંપનીઓની આંતરરાષ્ટ્રીય કરવેરા અને ટ્રાન્સફર પ્રાઇસિંગ સંબંધિત મુદ્દાઓની તપાસ કરવા માટે આ સર્વે કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે સર્વેક્ષણ ટીમો નાણાકીય વ્યવહારો, કંપનીની રચના અને સમાચાર કંપની વિશેની અન્ય વિગતો પર જવાબો માંગી રહી છે અને પુરાવા એકત્રિત કરવા માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી ડેટાની નકલ કરી રહી છે.
5 રાશિને કરોડપતિ બનતા કોઈ નહીં રોકી શકે, શનિ અને સુર્ય એવો કમાલ કરશે કે તમને બધા સલામી મારશે
વિરોધ પક્ષોએ બીબીસી સામે આવકવેરા વિભાગની કાર્યવાહીને ‘રાજકીય બદલો’ ગણાવીને વખોડી કાઢી છે. આ સર્વેને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિરોધ પક્ષો વચ્ચે જોરદાર રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. વિપક્ષ દ્વારા આ કાર્યવાહીના સમય પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે, જ્યારે ભાજપે BBC પર ભારત વિરુદ્ધ ‘ઝેરી રિપોર્ટિંગ’ કરવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન બીબીસીએ કહ્યું કે તે આવકવેરા સત્તાવાળાઓ સાથે સંપૂર્ણ સહયોગ કરી રહ્યું છે. દિલ્હીમાં બીબીસીના એક કર્મચારીએ કહ્યું કે તેઓ સામાન્ય રીતે સમાચાર પ્રસારિત કરે છે.