ભારતના પ્રવાસે આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેનસને આજે ખાસ અંદાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની વાર્તા થઈ હતી. આ દરમિયાન બંને દેશ વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે કરાર થયા હતા. ગ્લોબલ ઈનોવેશન પાર્ટનરશીપ ઈમ્પ્લિમેન્ટેશન એરેન્જમેન્ટ્સનું સમાપન એક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે. તે અન્ય દેશો સાથેના અમાર વિકાસ સહભાગીદારીપણાને વધુ મજબૂતાઈ પ્રદાન કરશે.
તેના અંતર્ગત ત્રીજા દેશોમાં મેડ ઈન ઈન્ડિયા ઈનોવેશન ના ટ્રાન્સફર અને સ્કેલિંગ અપ માટે ભારત અને યુકે ૧૦૦ મિલિયન ડોલર સુધી કો-ફાયનાન્સ કરશે. સંયુક્ત નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, છેલ્લા અનેક વર્ષોથી ભારત અને યુકેના સંબંધોને મજબૂત કરવામાં વડાપ્રધાન જાેનસનની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. હાલ ભારત જ્યારે પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે વડાપ્રધાન બોરિસ જાેનસનનું ભારતમાં આગમન પોતાની રીતે એક ઐતિહાસિક પળ છે.
આ તરફ વડાપ્રધાન બોરિસ જાેનસને પણ જાેરદાર અંદાજમાં સંબોધન કર્યું હતું. તેમણે ‘નરેન્દ્રા, માય ખાસ દોસ્ત!’ થી પોતાના સંબોધનની શરૂઆત કરી હતી અને કહ્યું હતું કે, આ પડકારજનક સમયમાં મારૂં માનવું છે કે, આપણે ખાસ મિત્રો વધુ નજીક આવીએ. ગુજરાતમાં અદ્ભૂત સ્વાગત થયું. મને સચિન તેંડુલકર જેવું લાગ્યું. મારો ચહેરો અમિતાભ બચ્ચનની માફક ખીલી ઉઠ્યો હતો.
વધુમાં જણાવ્યું કે, આજે શાનદાર રીતે અમારી વાતચીત થઈ અને અમારા સંબંધોને દરેક રીતે મજબૂત બનાવ્યા છે. ભારત અને બ્રિટન વચ્ચેની ભાગીદારી આપણા સમયની પારિભાષિત મિત્રતા પૈકીની એક છે. બ્રિટિશ જણાવ્યું કે, બ્રિટન નોકરશાહીને ઘટાડવા અને સંરક્ષણ ખરીદી માટે ડિલિવરીના સમયને ઘટાડવા માટે ભારત એક વિશિષ્ટ ઓપન સામાન્ય નિકાસ લાઈસન્સ બનાવી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, બંને દેશની ટીમ ફ્રી ટ્રેડ એરેન્જમેન્ટના વિષય પર કામ કરી રહી છે.
વાતચીતમાં સારી પ્રગતિ થઈ રહી છે. અમે આ વર્ષના અંત સુધીમાં એપટીએના સમાપનની દિશામાં સંપૂર્ણ પ્રયત્ન કરવાનો ર્નિણય લીધો છે. અમે ભારતમાં ચાલી રહેલા વ્યાપક રિફોર્મ, અમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોર્ડેનાઈઝેશન પ્લાન અને નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન અંગે પણ ચર્ચા કરી. અમે ભારતમાં વધી રહેલા યુકેની કંપનીઓના રોકાણનું સ્વાગત કરીએ છીએ.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આજે અમારા વચ્ચે ગ્લોબલ ઈનોવેશન પાર્ટનરશીપ ઈમ્પ્લિમેન્ટેશન એરેન્જમેન્ટ્સનું સમાપન એક ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ સાબિત થશે. તે અન્ય દેશો સાથેના અમાર વિકાસ સહભાગીદારીપણાને વધુ મજબૂતાઈ પ્રદાન કરશે. તેના અંતર્ગત ત્રીજા દેશોમાં મેડ ઈન ઈન્ડિયા ઈનોવેશન ના ટ્રાન્સફર અને સ્કેલિંગ અપ માટે ભારત અને યુકે ૧૦૦ મિલિયન ડોલર સુધી કો-ફાયનાન્સ કરશે. વડાપ્રધાને જણાવ્યું કે, અમે યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામ અને સમસ્યાના સમાધાન માટે ડાયલોગ અને ડિપ્લોમેસી પર ભાર આપ્યો. અમે તમામ દેશોની ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતાના સન્માનના મહત્વને પણ દોહરાવ્યું છે.