વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચ હવે એક દિવસ પહેલા એટલે કે 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે રમાશે. તારીખ ચોક્કસપણે બદલાઈ ગઈ છે, પરંતુ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે. નવરાત્રિને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ આઈસીસીની સહમતિથી આ નિર્ણય લીધો છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ટૂર્નામેન્ટના શેડ્યૂલમાં અન્ય કેટલાક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આજે થોડા સમય બાદ તમામ ફેરફારોની જાહેરાત થઈ શકે છે.
વાસ્તવમાં 15 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ નવ દિવસીય ઉત્સવ ગુજરાતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશ-વિદેશમાંથી લોકો આવે છે. ભારત-પાકિસ્તાન મેચમાં પણ આવો જ માહોલ જોવા મળશે. આવી સ્થિતિમાં, સુરક્ષા એજન્સીએ એક સાથે લાખો લોકોની સુરક્ષાને લઈને બીસીસીઆઈને પહેલેથી જ ચેતવણી આપી દીધી હતી. ત્યારથી ભારતીય ક્રિકેટ બોર્ડ નવી તારીખો વિશે વિચારી રહ્યું હતું.
ભારતીય ટીમનું નવું શિડ્યુલ
8 ઓક્ટોબર- ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં
11 ઓક્ટોબર- અફઘાનિસ્તાન સામે દિલ્હીમાં
14 ઓક્ટોબર- પાકિસ્તાન સામે અમદાવાદમાં
19 ઓક્ટોબર- બાંગ્લાદેશ સામે પુણેમાં
22 ઓક્ટોબર- ઇંગ્લેન્ડ સામે લખનૌમાં
પહેલી ઓગસ્ટથી થશે આ મોટા ફેરફારો, તમારા ખિસ્સા પર સીધી અસર કરશે, LPG સિલિન્ડરના ભાવ વધશે કે ઘટશે?
2 નવેમ્બર- નેધરલેન્ડ સામે મુંબઈમાં
5 નવેમ્બર- દક્ષિણ આફ્રિકા સામે કોલકાતામાં
11 નવેમ્બર- શ્રીલંકા સામે બેંગલુરુમાં