દુનિયામાં સૌથી વધારે વસતીના મામલે ભારત આગામી વર્ષે ચીનને પાછળ છોડી શકે છે. યુનાઈટેડ નેશન્સ તરફથી સોમવારે જારી રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે નવેમ્બર ૨૦૨૨ના મધ્ય સુધી દુનિયાની વસતી ૮ બિલિયને પહોંચી જશે. રિપોર્ટ અનુસાર ૨૦૨૨માં ભારતની વસતી ૧.૪૧૨ અરબ છે, જ્યારે ચીનની વસતી ૧.૪૨૬ અરબ છે. અનુમાન છે કે ભારતમાં ૨૦૫૦માં ૧.૬૬૮ બિલિયનની વસતી હશે, જે સદીના મધ્ય સુધી ચીનના ૧.૩૧૭ બિલિયન લોકો કરતા ખૂબ વધારે છે.
દુનિયાની વસતી ૧૯૫૦ બાદથી સૌથી ઓછી ગતિથી વધી રહી છે, જેમાં ૨૦૨૦માં એક ટકાનો ઘટાડો આવ્યો હતો. યુએનના વર્તમાન અનુમાનમાં કહેવામાં આવ્યુ છે કે ૨૦૩૦ સુધી દુનિયાની વસતી ૮.૫ બિલિયન અને ૨૦૫૦ સુધી ૯.૭ બિલિયન સુધી પહોંચી જશે. રિપોર્ટ અનુસાર ૨૦૮૦ સુધી દુનિયામાં ૧૦.૪ બિલિયનની આસપાસ લોકો હશે.
૨૦૨૨માં દુનિયાના બે સૌથી વધારે વસતીવાળા વિસ્તાર પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયા છે. અહીં ૨.૩ બિલિયન લોકો રહે છે જે વૈશ્વિક વસતીના ૨૯ ટકા છે. મધ્ય અને દક્ષિણ એશિયાની વસતી ૨.૧ બિલિયન છે. જે કુલ વિશ્વ વસતીના ૨૬ ટકા છે. ૨૦૨૨માં ૧.૪ બિલિયન વસતીની સાથે ચીન અને ભારત આ વિસ્તારમાં સૌથી વધારે વસતી માટે જવાબદાર છે.