World NEWS: ભારત અને કેનેડા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. હવે એક મોટું પગલું ભરતા ભારતે હાલમાં કેનેડાના નાગરિકોને વિઝા આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત તરફથી આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. ભારત સરકારે કહ્યું છે કે આગામી સૂચના સુધી વિઝા સેવા સ્થગિત રહેશે.
ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરના મોતને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. કેનેડાએ સૌથી પહેલા ભારત વિરુદ્ધ નિવેદનો આપવાનું શરૂ કર્યું હતું. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખૂબ જ ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં તેમણે નિજ્જરના મૃત્યુ માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું.