હાલમાં એક એવું કૌભાંડ સામે આવ્યું છે કે જેને લઈને દરેક જણ ચોંકી ગયા છે. કારણ કે આ મામલો જ એટલો ગંભીર છે કે પહેલા તો કોઈને માનવામાં પણ ન આવે. કારણ કે વાત એવી છે કે, કેરળમાં પત્નીઓની અદલાબદલીનું આખું રેકેટ ચાલતું હતું અને હવે આ મામલે એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ માટે WhatsApp અને Messenger પર ગ્રુપ બનાવીને બધા કાંડ કરવામાં આવતા હતા.
આ મામલે માહિતી સામે આવી રહી છે કે લગભગ એક હજાર લોકો આ મામલામાં જોડાયા છે. Husband Wife Exchange Racketમાં સંડોવાયેલા 7 લોકોની તો અત્યારે સુધીમાં પોલીસે કોટ્ટયમથી ધરપકડ પણ કરી દીધી છે. 25થી વધુ લોકો પોલીસની દેખરેખ હેઠળ પણ રાખવામાં આવ્યા છે. એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી કે તે તેને અન્ય પુરુષો સાથે સેક્સ કરવા દબાણ કરતો હતો. બસ આ એક વાત અને આખા ગામમાં હોબાળો મચી ગયો હતો.
જો કે આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલાં પણ કયામકુલમથી પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. એ વખતે ચાંગનચેરીના ડેપ્યુટી એસપી, આર શ્રીકુમારે કહ્યું “પહેલા તેઓ ટેલિગ્રામ અને મેસેન્જર ગ્રુપોમાં જોડાતા હતા અને પછી એકબીજાને મળતા હતા. અમે ફરિયાદીના પતિની ધરપકડ કરી છે. આની પાછળ એક મોટું રેકેટ છે અને અમે તેની તપાસ કરી રહ્યા છીએ. આ કેસમાં બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.”