આજે અમૃતસરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના ખાસા હેડક્વાર્ટર ખાતે ગોળીબાર દરમિયાન ચાર BSF જવાનો શહીદ થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમૃતસરના ખાસામાં બીએસએફ હેડક્વાર્ટરના મેસ પર એક જવાને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં લગભગ 10 થી 12 જવાનો ઘાયલ થયા હતા.
આજે અમૃતસરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના ખાસા હેડક્વાર્ટર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં લગભગ દસ જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં ચાર જવાન શહીદ થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતસરના ખાસામાં બીએસએફ હેડક્વાર્ટરના મેસ પર એક જવાને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં લગભગ 10 થી 12 જવાનો ઘાયલ થયા હતા.
ફાયરિંગ કરનાર કોન્સ્ટેબલની ઓળખ કટપ્પા તરીકે થઈ છે. હાલ તમામ ઘાયલોને ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.માહિતી અનુસાર તેણે કથિત રીતે હતાશામાં ગોળીબાર કર્યો કારણ કે તેને વધુ કામ કરવાની ફરજ પડી હતી. તેણે પોતાની જાતને પણ ગોળી મારી દીધી, ત્યારબાદ તેની પણ સારવાર ચાલી રહી છે અને તેની તબિયત નાજુક હોવાનું કહેવાય છે.
આ ઘટનામા મૃત્યુઆંક વધીને ચાર થઈ ગયો છે અને તેમાં વધારો થવાની સંભાવના છે. કારણ કે જવાનો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલ થયેલા તમામ બીએસએફ જવાનોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બટાલિયન 144, ખાસા, અટારી રોડ, અમૃતસરમાં ફરજ પર રહેલા જવાન સતુપાએ પોતાની રાઈફલથી ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગોળીબારમાં બે જવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે દસ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી બે જવાનોએ દમ તોડી દીધો હતો.