દિલ્હીની નવી દારૂની નીતિને લઈને વિવાદ ચાલુ છે. સોમવારે જ્યારે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સીબીઆઈ ઓફિસમાં પૂછપરછ માટે હાજર થયા હતા, ત્યારે સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મનીષ ગુજરાતમાં આવીને પ્રચાર કરવાના હતા, પરંતુ તે પહેલા આ કાર્યવાહી કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલે જાહેર સભામાં કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને जेल के ताले टूटेंगे, मनीष सिसोदिया छूटेंगे.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે હવે કેન્દ્ર સરકારના ઘણા મંત્રીઓ ગુજરાતમાં આવે છે, અને કહે છે કે તેઓ ગુજરાતને 30 હજાર કરોડનું પેકેજ આપશે. પરંતુ હું કહીશ કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો હું દરેક પરિવારને 30 હજારનો લાભ અપાવીશ.
જનસભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો કોઈ નેતા ફ્રી કી રેવાડી કહે તો સમજી લેવું કે તે પૈસા ખાવા માંગે છે. કેજરીવાલે કહ્યું કે કેટલાક નેતાઓ કહે છે કે ડબલ એન્જિનની સરકાર છે, પરંતુ સવાલ એ છે કે એન્જિન નબળું હોય તો નવી ગાડી લાવવી પડે કે નવું એન્જિન લગાવું પડે. જો વાહનનું એન્જિન ખરાબ હોય તો નવી ગાડી લાવવી પડે અને એ પણ નવા એન્જિન સાથે.