Ajab Gajab News: આપણે બધાને જલેબીનું નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય છે. લગ્ન પ્રસંગથી લઈને આપણા તહેવારમાં પણ આપણે જલેબીનો લુપ્ત ઉઠાવવાનું ભૂલતા નથી. ગુજરાતની સાથે સાથે પશ્વિમ બંગાળ મીઠાઈઓ માટે ખૂબ પ્રખ્યાત છે પરંતુ તમે પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાં બનેલી જલેબી ભાગ્યે જ બીજે ક્યાંય જોઈ હશે. આ અનોખી જલેબી બાંકુરા જિલ્લાના કેંજાકુરામાં જોવા મળે છે. અહીં ભાદર માસમાં સંક્રાંતિના દિવસે ભાદુ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ જલેબી ખાસ આકર્ષણનું કેન્દ્ર રહે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ સામાન્ય જલેબી નથી, બલ્કે તેનું વજન 3 થી 4 કિલો છે અને તેનો આકાર કારના પૈડા જેવડો છે. આ રસ્તા પરથી જે પણ પસાર થાય છે તે આ જલેબી જોયા વગર રહી શકતો નથી. જલેબીની દુકાને ખાવા કરતાં તેને જોવા લોકોની ભીડ વધુ હોય છે.
દર વર્ષે જ્યારે ભાદર મહિનામાં સંક્રાંતિના દિવસે કેંજાકુરામાં મેળો ભરાય છે ત્યારે આ જલેબી આકર્ષણનું કેન્દ્ર રહે છે. આ જલેબી પહેલાથી જ બાંકુરા અને પુરુલિયા જિલ્લામાં ફેમસ થઈ ગઈ છે, પરંતુ હવે પડોશી ઝારખંડના લોકો પણ આ જલેબી ખાવા આવે છે.
ભાદુ પૂજા ભાદ્ર મહિનાની સંક્રાંતિના દિવસે ઉજવવામાં આવે છે. ભાદુ પૂજા આસપાસના વિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિય છે. એવું માનવામાં આવે છે કે પંચકોટ રાજ નીલમણિ સિંહદેવની ત્રીજી પુત્રી ભદ્રાવતીનું અકાળે અવસાન થયું હતું. આ પછી પંચકોટ રાજવી પરિવારે બૃહદ બંગાળમાં ભાદુ પૂજા શરૂ કરી.
બાંકુરાના પ્રાચીન શહેર કેંજાકુરામાં દ્વારકેશ્વર નદીના કિનારે ભાડુ પૂજા લાંબા સમયથી ઉજવવામાં આવે છે. નજીકના તમામ ઘરોમાં ભાદુની પૂજા કરવામાં આવે છે અને લોકગીતો ગાવામાં આવે છે. દરેક ઘરમાં ગાવાની, નાચવાની અને ખાવા-પીવાની પરંપરા છે. આ સમય દરમિયાન જલેબી બનાવવાનો રિવાજ પ્રચલિત બન્યો. સમય જતાં લોકો મોટી મોટી જલેબી બનાવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરવા લાગ્યા. આ કારણે જલેબીની સાઈઝ વધતી જ ગઈ.
સમય જતાં આ જલેબીની પ્રતિષ્ઠા વધવા લાગી. જો કે, આ એક જલેબી કોઈ એક વ્યક્તિ ખાઈ શકશે નહીં. મોટાભાગના લોકો આ જલેબી બીજાને ભેટ આપવા માટે ખરીદે છે. આ જલેબી ભાદ્ર માસમાં ભાદુ પૂજાના દિવસે આકર્ષણનું કેન્દ્ર રહે છે. એક જલેબીની કિંમત 300 થી 700 રૂપિયા સુધીની છે.