ભારતની ટોચની એન્વારમેન્ટ ફ્રેન્ડલી પેઈન્ટ્સ કંપની પૈકી એક અને 24 અબજ ડોલરના જેએસડબ્લ્યૂ ગ્રુપનો ભાગ જેએસડબ્લ્યૂ પેઈન્ટ્સે 31 માર્ચ, 2024ના રોજ પૂર્ણ થતાં નાણાકીય વર્ષમાં 3 ટકાથી વધુ (લગભગ રૂ. 67 કરોડ) EBITDA માર્જિન સાથે પ્રથમ વખત કાર્યકારી નફો નોંધાવ્યો છે. આ પ્રોત્સાહક પરિણામ સાથે જેએસડબ્લ્યૂ પેઈન્ટ્સ બિઝનેસ શરૂ કર્યાના પાંચ વર્ષના ટૂંકાગાળામાં ઓપરેટિંગ નફો નોંધાવનારી પ્રથમ યુવા ભારતીય પેઈન્ટ્સ કંપની બની છે. કંપનીની ગ્રોસ રેવેન્યૂ ઈન્ડસ્ટ્રી ગ્રોથ રેટ કરતાં 10 ગણી વધુ રૂ. 2000 કરોડની સપાટી વટાવી ગઈ છે. ડેકોરેટિવ પેઈન્ટ્સ અને ઈન્ડસ્ટ્રીયલ કોટિંગ બિઝનેસમાં નોંધપાત્ર વૃદ્ધિ સાથે ગ્રોસ રેવેન્યૂ વધી છે. જેએસડબ્લ્યૂનો વર્તમાન ગ્રોથ આગામી બે વર્ષ (નાણાકીય વર્ષ 2025-26)માં રૂ. 5000 કરોડનો બિઝનેસ હાંસલ કરવાના લક્ષ્યાંકને વેગ આપે છે. આ ગ્રોથ ડેકોરેટિવ પેઈન્ટ્સ સેગમેન્ટમાં પરિવર્તન માટે હાથ ધરાયેલા નોંધનીય પ્રયાસો દ્વારા સમર્થિત રહેશે.
કંપનીએ તેના ડેકોરેટિવ પેઈન્ટ્સ બિઝનેસમાં પરિવર્તન અને ગ્રોથનું નેતૃત્વ કરવા શ્રીમાન આશિષ રાયની ચીફ બિઝનેસ ઓફિસર તરીકે નિમણૂક કરી છે. યુનિલિવર જેવી ગ્લોબલ કંપનીઓમાં બે દાયકાથી વધુ સમયનો અનુભવ ધરાવતા આશિષ રાય આ ફેરફારોનું નેતૃત્વ કરતાં ડેકોરેટિવ પેઈન્ટ્સ બિઝનેસના ગ્રોથમાં વધારો કરશે. જે જેએસડબ્લ્યૂ પેઈન્ટ્સની નફાકારતામાં સતત વધારો કરશે. જેએસડબ્લ્યૂના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમાન પાર્થ જિંદાલના જણાવ્યા અનુસાર, “જેએસડબ્લ્યૂએ સૌથી ઓછા સમયમાં નફાકારકતા નોંધાવી દેશની યુવા પેઈન્ટ કંપની બનવાની સિદ્ધિ હાંસલ કરી અમારો ઉત્સાહ વધાર્યો છે.
અમારા માર્ગદર્શન હેઠળ આ બિઝનેસના પાંચ વર્ષ રોમાંચક રહ્યા છે. હવે અમે નવી તકોનો લાભ લેવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારતીય ગ્રાહકો ઉદ્દેશપૂર્ણ જીવનશૈલી અપનાવી પર્યાવરણને અનુકૂળ પ્રોડક્ટ્સ અને પસંદગીઓ વિકસાવી રહ્યા છે. અમે અમારા ગ્રોથના આગામી તબક્કામાં આ મુદ્દાને ધ્યાનમાં રાખી ઉત્પાદન અને માર્કેટિંગ રોકાણો કરવા માગીએ છીએ. અમારા ડેકોરેટિવ પેઈન્ટ્સ બિઝનેસના વિકાસના આગામી તબક્કાનું નેતૃત્વ અને પરિવર્તનમાં સહભાગી આશિષ રાયને આવકારીએ છીએ.”
જેએસડબ્લ્યૂ પેઈન્ટ્સ 29 વર્ષની સરેરાશ વયજૂથ સાથે ઈન્ડસ્ટ્રીમાં ડાયનેમિક યુવા ટીમ સાથે તેનો બિઝનેસ વિસ્તારવા પ્રતિબદ્ધ છે. જેએસડબ્લ્યૂ પેઈન્ટ્સના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રીમાન સુંદરેસન એએસએ જણાવ્યું હતું કે, “અમારી પાસે પ્રતિભાશાળી યુવાનોની ટીમ છે. અને અમે અગાઉ ક્યારેય ન જોવા મળેલા ઈનોવેશન અપનાવવાની આકાંક્ષા ધરાવીએ છીએ. અમે ઝડપી ગ્રોથ સાથે જે તફાવત લાવવા માંગતા હતાં, તે બદલાવ લાવી શક્યતા તેના બદલ અમે ઉત્સુક છીએ. અમે અમારી વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ અને સર્વિસિઝને ઘર-ઘર સુધી પહોંચાડી લોકોના ઘરને સુંદર અને આકર્ષક બનાવવાની ખાતરી આપીએ છીએ. ઝડપી ગતિશીલ વૃદ્ધિને વેગ આપે છે. અમે અમારા ગ્રાહકોના ઘર સુધી વિશ્વસ્તરીય ઉત્પાદનો અને સેવાઓ લાવવાનું ચાલુ રાખવા અને તેમના ઘરોને ખરેખર સુંદર બનાવવાનું વચન આપીએ છીએ.”
જેએસડબ્લ્યૂ પેઈન્ટ્સના ચીફ બિઝનેસ ઓફિસર-ડેકોરેટિવ્સ શ્રીમાન આશિષ રાયે જણાવ્યું હતું કે, “જેએસડબ્લ્યૂ પેઈન્ટ્સ સાથે જોડાવવા બદલ ઉત્સુક છું. હું એવા સમયે જોડાયો છું, જ્યારે કંપની તેના ગ્રોથ મોમેન્ટમને વેગવાન બનાવવા સંપૂર્ણપણે તૈયાર છે. ડેકોરેટિવ પેઈન્ટ્સ કેટેગરી ભારતીય ગ્રાહકોની ખુશી સાથે જોડાયેલી છે. જે તેમના ઘરની સજાવટમાં પરિવર્તનની અનુભૂતિ કરાવે છે. અમારા ડેકોરેટિવ પેઈન્ટ્સ બિઝનેસના ગ્રોથના આગામી તબક્કામાં અમે ડિજિટલ એડવાન્સમેન્ટનો મજબૂત લાભ લઈશું. તેમજ ગ્રાહકોની આકાંક્ષાઓમાં વધારો કરીશું. અમે અન્ય કરતાં અલગ અને આગવી ક્ષમતા સાથે અમારા ગ્રાહકોને ઈનોવેટિવ અને પર્યાવરણીય અનુકૂળ પ્રોડક્ટ્સ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છીએ.”
જેએસડબ્લ્યૂ પેઇન્ટ્સ દ્વારા નોંધાયેલ ઝડપી ટોપલાઇન ગ્રોથ વિચારશીલ ડિસ્રપ્શન અને ઈનોવેશન્સ દ્વારા સંચાલિત છે. જે સમગ્ર ભારતમાં તેના ગ્રાહકોને ઓફર કરવામાં આવ્યો છે.
જેએસડબ્લ્યૂ પેઈન્ટ્સ ભારતની એકમાત્ર કંપની છે કે, જે ઈન્ડિયન પેઈન્ટ્સ માર્કેટમાં યુનિક ‘એનિ કલર વન પ્રાઈસ’ (કોઈપણ કલર એક જ કિંમતમાં) ઓફર પ્રદાન કરે છે.
લક્ઝરી ઇન્ટિરિયર ઇમલ્સન હેલો એ ભારતનો શ્રેષ્ઠ પેઇન્ટ છે જેનું તુલનાત્મક ઓફરિંગ સામે પરીક્ષણ કરવામાં આવ્યું છે.
જેએસડબ્લ્યૂ પેઈન્ટ્સની વોટરપ્રુફિંગ રેન્જ iBlok એ ઘરને વોટરપ્રુફ રાખવાની ચોક્કસ ખાતરી આપે છે.
કંપની તાજેતરમાં દેશભરમાં નવો એડવર્ટાઈજિંગ કેમ્પેઈન શરૂ કરી તેના માર્કેટિંગ સપોર્ટને વિસ્તિરત કરી રહી છે.
એક્વાગ્લો (Aquaglo) – પાણી આધારિત ઈનેમેલ – ઘરમાં લાકડા અને ધાતુ માટે એકમાત્ર ગંધહીન પેઇન્ટ તરીકે ગ્રાહકોને આનંદ આપે છે.
જેએસડબ્લ્યૂ પેઈન્ટ્સ એ આયાત થતાં ઈટાલિયન વુડ ફિનિશનના સ્થાને ભારતમાં જ મેડ ઈન લકઝરી વૂડ ફિનિશની ઓપેરા રેન્જ લોન્ચ કરી છએ.
ઈન્ડસ્ટ્રીયલ કોટિંગ્સમાં જેએસડબ્લ્યૂ પેઇન્ટ્સ કોઇલ કોટિંગ્સમાં અગ્રેસર છે અને પ્રોટેક્ટિવ, પાઇપ, પવનચક્કી, ફ્લોર અને સામાન્ય ઈન્ડસ્ટ્રીયલ કોટિંગ્સ જેવા અન્ય સેગમેન્ટ્સમાં તેની ઓફરનું વિસ્તરણ કરી રહી છે.