બિહારમાં બળજબરીથી લગ્નનો મામલો સામે આવ્યો છે. અહીં એક વેટરનરી ડોક્ટરનું અપહરણ કરીને બળજબરીથી લગ્ન કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીએ મંગળવારે આ અંગે માહિતી આપી હતી. મળતી માહિતી મુજબ બેગુસરાય જિલ્લાના તેઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના પિધૌલી ગામના રહેવાસી પશુ ચિકિત્સક સત્યમ કુમાર ઝાને સોમવારે બપોરે કેટલાક લોકોએ પશુઓની સારવાર માટે બોલાવ્યા હતા.
ત્યારબાદ લોકોએ સત્યમનું અપહરણ કર્યું અને બળજબરીથી તેના લગ્ન એક છોકરી સાથે કરાવી દીધા હતા. સત્યમના પિતા સુબોધ કુમાર ઝાએ કહ્યું હતું કે, જ્યારે સત્યમ સાંજ સુધી ઘરે પરત ન ફર્યો તો અમે તેને શોધવાનું શરૂ કર્યું હતું.
સત્યમના પિતાએ જણાવ્યું હતું કે, તેમનો પુત્ર જ્યારે ઘરો પરત ન ફર્યો તો તેમણે પોતના પુત્રને શોધાવાનું શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યું હતું કે, મંગળવારે સવારે મારા ફોન પર એક વીડિયો ક્લિપ આવી હતી. જેમાં મારો પુત્ર એક છોકરી સાથે બેઠો હતો અને લગ્ન થઈ રહ્યા હતા.
ઝાએ કહ્યું હતું કે, અમે આ અંગે તેઘરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તેઘરા પોલીસ સ્ટેશનના એસએચઓએ કહ્યું હતું કે, અમને બળજબરીથી લગ્ન સંબંધિત ફરિયાદ મળી છે. મામલાની તપાસ ચાલી રહી છે. સત્યમના પિતાનો આરોપ છે કે, તેમનો પુત્ર જે રીતે મંડપમાં નિરાશાજનક સ્થિતિમાં બેઠો છે અને તેનો ચહેરો ઉતરેલો છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે, તેમના પુત્ર સાથે મારપીટ કરવામાં આવી છે. બળજબરીથી પુત્રને નશો કરાવીને મંડપમાં બેસાડવામાં આવ્યો છે. આ મામલે અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અગાઉ સીએમ નીતીશ કુમારના જિલ્લામાં પણ બળજબરી લગ્નો લગ્નનો મામલો સામે આવ્યો હતો. આ ઘટના જિલ્લાના માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પરોહા ગામમાં બની હતી. ત્યાં ગ્રામજનોએ એક યુવકને પકડીને બળજબરીથી તેના લગ્ન કરાવી દીધા હતા. ધાનુકી ગામના રહેવાસી યુવકે આ મામલે માનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવકે જણાવ્યું હતું કે, તેને આખી રાત બંધ રાખીને તેની સાથે મારપીટ કરવામાં આવી હતી.