India News : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ભાજપના ધારાસભ્યની પત્ની શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગઈ છે. સુલતાનપુરના લંબુઆ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સીતારામ વર્માની (Sitaram Verma) પત્ની મંગળવારે સવારે 6 વાગ્યે ઘરેથી કોઈ કામ માટે નીકળ્યા બાદ ગુમ થઈ ગઈ હતી. આ અંગે તેમના પુત્ર પંકજ વર્માએ (Pankaj Verma) ગાઝીપુર પોલીસ સ્ટેશનને જાણ કરી છે. આ માહિતી બાદથી રાજધાનીમાં હલચલ મચી ગઇ છે.
લખનઉ પોલીસે ધારાસભ્યની પત્નીની શોધમાં અડધો ડઝનથી વધુ ટીમો બનાવી છે. સાથે જ સર્વેલન્સ ટીમની સાથે સાયબર સેલ પણ એક્ટિવ થઇ ગયો છે. ધારાસભ્ય સીતારામ વર્માના પુત્ર પંકજ વર્માએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ અને તેમની માતા અહીંના ગાઝીપુર સેક્ટર-8માં રહે છે. 65 વર્ષીય તેમની માતા પુષ્પા વર્મા મંગળવારે સવારે 6 વાગ્યે કોઈ કામ માટે ઘરેથી નીકળી હતી, પરંતુ ત્યારબાદ તેમના કોઈ સમાચાર નથી.
તેઓ દરેક સંભવિત જગ્યાએ તેની શોધ કરતા હતા, પરંતુ જ્યારે કોઈ સમાચાર ન મળ્યા, ત્યારે તેણે પોલીસમાં ફરિયાદ કરી. ઘટના સમયે તેના પિતા સુલતાનપુરમાં હતા. માહિતી મળતા જ તે લખનઉ પણ પહોંચી ગયા છે. ભાજપના ધારાસભ્ય સીતારામ વર્મા મંગળવારે બપોરે ડીસીપીને મળ્યા હતા અને તેમની પત્નીની શોધ વધુ તીવ્ર બનાવવાની વિનંતી કરી હતી.
મંગળસૂત્ર ક્યારે ના પહેરવું જોઈએ? દરેક મહિલાએ આ વાત જાણવી જ જોઈએ, અયોધ્યાના જ્યોતિષે કહી મોટી વાત
ધનતેરસના દિવસે ઘરના ચાર ખૂણામાં રાખો આ એક વસ્તુ, આખું વર્ષ એટલું કમાશો કે ધનવાન બની જશો!
આ પછી ગાઝીપુર અને ઇન્દિરાનગર પોલીસ સ્ટેશનની પોલીસને સક્રિય કરીને અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ડીસીપી નોર્થ કાસિમ અબ્દીના જણાવ્યા અનુસાર, ધારાસભ્યની પત્નીનું છેલ્લું લોકેશન સવારે 9 વાગ્યે ઇન્દિરાનગરની ઓરોબિંદો પાર્ક ચોકી પાસે મળી આવ્યું હતું. આવી સ્થિતિમાં પોલીસે મેન્યુઅલ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ ટીમને એક્ટિવ કરી દીધી છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા છે.