લખનઉમાં છૂટાછેડા લીધા છતાં પતિ-પત્ની નહીં થાય અલગ, એક ઘરમાં સાથે રહેશે, કારણ જાણીને ચોંકી જશો

Desk Editor
By Desk Editor
Share this Article

Lucknow News:  ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં લગ્નના છ વર્ષ પછી પતિ-પત્નીના છૂટાછેડા થઈ ગયા, તેમ છતાં તેઓએ એક જ ઘરમાં સાથે રહેવાનું નક્કી કર્યું છે.આ દંપતીએ છ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન પછીના પ્રતિબંધોથી કંટાળીને બંનેએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. કોર્ટે તેમના છૂટાછેડા પણ મંજૂર કર્યા હતા, પરંતુ જ્યારે તેઓ કોર્ટનો આદેશ લેવા પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે ભલે તેમણે છૂટાછેડા લીધા છે, પરંતુ તેઓ હજી પણ એક જ ઘરમાં રહેશે. આ માટે તેણે આશ્ચર્યજનક કારણ પણ આપ્યું છે.

 

ડિવોર્સી કપલમાં પતિ પેરામિલિટરી ફોર્સમાં અને પત્ની લખનઉની એક પ્રતિષ્ઠિત ઓફિસમાં કામ કરે છે. બંને બલિયાના રહેવાસી છે. વર્ષ 2017માં બંનેએ લવ મેરેજ કર્યા હતા, જે બાદ તેઓ લખનઉ આવ્યા અને રહેવા લાગ્યા, લગ્ન બાદ બંને વચ્ચે કોઇને કોઇ વાતને લઇને તણાવ રહેતો હતો. પત્નીને લગ્ન બાદના પ્રતિબંધો પસંદ ન હતા અને તે સ્વતંત્ર રીતે રહેવા માંગતી હતી, જે બાદ તેણે પોતાના પતિને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો, પતિએ પણ પત્નીના દબાણમાં આવીને તેને છૂટાછેડા આપવા માટે રાજી થઇ ગયો.

છૂટાછેડા પછી પણ પતિ-પત્ની સાથે રહેશે

ગયા વર્ષે સપ્ટેમ્બર 2022 માં, દંપતીએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી અને લગભગ એક વર્ષ પછી, 15 જુલાઈના રોજ, લખનૌની ફેમિલી કોર્ટે તેમના છૂટાછેડાને મંજૂરી આપી હતી.જ્યારે પતિ-પત્ની કોર્ટના નિર્ણયની નકલ લેવા પહોંચ્યા તો તેઓએ કહ્યું કે છૂટાછેડા લીધા બાદ તેઓ ખૂબ જ ખુશ છે, પરંતુ તેમ છતાં તેઓ અલગ નહીં થાય, સમાજને બતાવવા માટે તેઓ એક ઘરમાં સાથે રહેશે.હવે અમે એક છત નીચે રહીશું, પરંતુ પતિ-પત્ની તરીકે નહીં.આસપાસના લોકો, સંબંધીઓ અને સમાજની વાતોથી બચવા બંનેએ આ નિર્ણય લીધો છે.બંને નથી ઈચ્છતા કે તેમના છૂટાછેડા વિશે કોઈને ખબર પડે.

 

વિશ્વની સૌથી અમીર મહિલા ક્રિકેટરઃ એલિસે પેરીથી લઈને સ્મૃતિ મંધાના સુધી, આ મહિલા ક્રિકેટરોની કમાણી પણ છે જોરદાર, નેટવર્થ તમારા દિમાગને ઉડાવી દેશે

IND vs WI: બીજી ટેસ્ટ મેચમાં વરસાદનું વિઘ્ન નડતા રોહિત શર્મા થયો ગુસ્સે, કેપ્ટને આપ્યું આવું નિવેદન

હાર્દિક પંડ્યાને મળ્યો આરામ, તો કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? 3 ખેલાડીઓ રેસમાં સૌથી આગળ

 

આ અંગે વરિષ્ઠ વકીલ દિવ્યા મિશ્રાએ જણાવ્યું હતું કે તેણે અત્યાર સુધી તેની કારકિર્દીમાં આવો કોઈ કેસ જોયો નથી.ઘણીવાર પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાની વાત હોય ત્યારે તેઓ એકબીજાનું મોઢું પણ જોવા માંગતા નથી, પરંતુ સમાજની વાતોથી બચવા માટે આ કપલે છૂટાછેડા છતાં સાથે રહેવાનો નિર્ણય લીધો છે.

 


Share this Article