Madhya Pradesh Assembly Election 2023 : આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં(madhya pradesh) વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટી એ સોમવારે લોકસભા ચૂંટણી માટે પોતાના 39 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ (Narendra Singh) તોમર, પ્રહલાદ સિંહ પટેલ (Prahlad Singh Patel) અને ફગ્ગન સિંહ કુલસ્તેનો (Faggan Singh Kulaste) પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાજપે કૈલાશ વિજયવર્ગીયને પણ મેદાનમાં ઉતાર્યા છે. તેમને પોતાના હોમ ટાઉન ઇન્દોર-1 વિધાનસભા ક્ષેત્રથી ટિકિટ આપવામાં આવી છે. ટિકિટ મળ્યા બાદ વિજયવર્ગીયનું નિવેદન સામે આવ્યું છે. “જ્યારે ટિકિટની જાહેરાત કરવામાં આવી ત્યારે મને પણ આશ્ચર્ય થયું હતું. વાસ્તવમાં મેં પાર્ટી સામે ચૂંટણી ન લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ જ્યારે મને આ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે હું તેના માટે તૈયાર છું.
હું પાર્ટીનો સૈનિક છું…
વિજયવર્ગીયએ કહ્યું કે આ પાર્ટીનો આદેશ છે અને હું પાર્ટીનો સૈનિક છું. તેઓ જે કહેશે તે હું કરીશ. મને કહેવામાં આવ્યું હતું કે મને એક કામ સોંપવામાં આવશે, જેના માટે હું ‘ના’ નહીં કહું અને મારે તે કરવું પડશે. કોંગ્રેસે સાફ કરવા માટે પાર્ટીએ વરિષ્ઠ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. તે મારા માટે ભાગ્યશાળી છે કે પાર્ટીએ મને ચૂંટણીના રાજકારણમાં પાછો મોકલ્યો છે. હું તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પૂરો પ્રયાસ કરીશ.
#WATCH | Madhya Pradesh election | On being fielded from Indore-1, BJP leader Kailash Vijayvargiya says, "Although I had said that I do not want to contest in the elections, but senior leaders of the party gave me some directions the day before yesterday. I was in a conundrum and… pic.twitter.com/Pwl1cSJIt6
— ANI (@ANI) September 25, 2023
230માંથી 78 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત
ભાજપે ૧૭ ઓગસ્ટે તેના ૩૯ ઉમેદવારોની પ્રથમ સૂચિ જાહેર કરી હતી. તે મુજબ પાર્ટીએ 230માંથી 78 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં મતદાન થવાનું છે. 13 સપ્ટેમ્બરે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં મધ્યપ્રદેશમાં ઉમેદવારી જાહેર કરવાની ચર્ચા થઇ હતી.
હાર જીતવા માટે ભાજપે ખેલ્યો મોટો દાવ
કૈલાસ વિજયવર્ગીય હાલમાં તે બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય છે જ્યાંથી ભાજપે તેમને મેદાનમાં ઉતાર્યા છે. બીજી યાદીમાં ભાજપે હારેલી બેઠકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભાજપે દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારીને કોંગ્રેસને હરાવવા માટે મોટો દાવ ખેલ્યો છે. બીજી યાદીમાં કુલ સાત સાંસદોને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે ઉમા ભારતીને ટિકિટ આપી નથી.
ભોજપુરીની આ ફેમસ એક્ટ્રેસે તો બોલ્ડનેસની હદ વટાવી,ધડાધડ સોશ્યલ મીડિયા પર વિડીયો વાયરલ થઈ રહ્યા છે!!
ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામો શું આવ્યા?
2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 109 બેઠકો જીતી હતી. તે જ સમયે, કોંગ્રેસને 114 બેઠકો મળી હતી. જો કે બાદમાં તેના કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસની સરકાર પડી ભાંગી હતી. માર્ચ 2020માં ભાજપ સત્તામાં પરત ફરી હતી.