3000 લોકોના આ ગામમાં સાંજે 7 વાગ્યે એટલે મોબાઈલ-ટીવી-લેપટોપ બધું જ બંધ, છોકરાઓ કરે છે આ કામ

Lok Patrika
By Lok Patrika
Share this Article

પોતાના રોજબરોજના જીવનમાં આપણે લગભગ દરેક સમયે ટેકનોલોજી અને ગેજેટ્‌સથી ઘેરાયેલા રહીએ છીએ. સ્માર્ટફોન સહિત અમુક ઈલેક્ટ્રોનિક ગેજેટ્‌સનો ઉપયોગ આજકાલ ખૂબ વધી ગયો છે. તેના વિના થોડા કલાક પણ રહેવુ ખૂબ મુશ્કેલ લાગે છે. આજે જ્યારે લોકો ઈલેક્ટ્રોનિક ગેજેટ્‌સથી થોડી મિનિટ પણ દૂર રહી શકતા નથી તો મહારાષ્ટ્રમાં એક એવુ ગામ પણ છે, જ્યાં લોકો સાંજના સમયે લગભગ દોઢ કલાક સુધી ડિજિટલ દુનિયાથી સંપૂર્ણરીતે અલગ થઈ જાય છે. તેઓ તમામ ઈલેક્ટ્રોનિક ડિવાઈસને સંપૂર્ણરીતે બંધ કરી દે છે.

આજના સમયમાં લેપટોપ, સ્માર્ટફોન જેવા ડિવાઈસનો ઉપયોગ ખૂબ વધારે થવા લાગ્યો છે. ચોક્કસપણે આ ગેજેટ્‌થી આપણુ જીવન સરળ થઈ ગયુ છે, પરંતુ આનાથી અમુક પ્રકારના નુકસાન પણ થાય છે. જેની આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડે છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના મોહિતયાંચે વડડાગામમાં દરરોજ સાંજે સાત વાગે એક સાયરન વાગે છે. સાયરનનો અવાજ સાંભળતા જ ગામના લોકો ઈલેક્ટ્રોનિક ગેજેટ્‌સ જેમ કે મોબાઈલ ફોન, લેપટોપ, ટીવી, ટેબલેટ વગેરેને દોઢ કલાકથી વધુ સમય માટે બંધ કરી દે છે. એટલુ જ નહીં ગામના અમુક લોકો ઘરે-ઘરે જઈને આનું ચેકિંગ પણ કરે છે કે કોઈ ગેજેટનો ઉપયોગ તો નથી કરી રહ્યુ ને. આ પ્રક્રિયાને ડિજિટલ ડિટોક્સ કહેવામાં આવે છે.

ડિજિટલ ડિટોક્સ પ્રક્રિયા હેઠળ લોકો સંપૂર્ણ રીતે ડિજિટલ દુનિયાથી દૂર રહે છે. તે સંપૂર્ણરીતે સોશિયલ મીડિયાથી લઈને તમામ ઈલેક્ટ્રોનિક ડિવાઈસથી થોડુ અંતર રાખી લે છે. ડિજિટલ ડિટોક્સ ટાઈમ પીરિયડમાં લોકો કોમ્પ્યુટર, સ્માર્ટફોન, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા નથી.રિપોર્ટસ અનુસાર ગામને ડિજિટલ ડિટોક્સ કરવાનો આ અનોખો આઈડિયા ગામના સરપંચ વિજય મોહિતેનો છે.

સોના-ચાંદીના ભાવે ભૂક્કા કાઢી નાખ્યા, આજનો એક તોલાનો ભાવ સાંભળીને હાજા ગગડી જશે, ખરીદવામાં ખમી જાજો

મારું નામ સાંભળીને પણ તે કામ કેમ ના કર્યું?? એમ કહીને કોંગી ધારાસભ્યે બેન્કના પટ્ટાવાળાને ધડાધડ લાફા ઝીંકી દીધા

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર સામાન્ય લોકો ખુલ્લું મુકાયું, ટિકિટ એટલી સસ્તી કે સામાન્ય માણસ પણ પ્રવેશી શકે

લોકડાઉનના સમયે મોટાભાગના લોકોને આ ઈલેક્ટ્રોનિક ગેજેટની લત લાગી ગઈ હતી. લોકડાઉન તો પૂરુ થઈ ગયુ પરંતુ આ લત લોકોમાં યથાવત છે. જેમાં સુધારો લાવવા માટે ગામમાં ડિજિટલ ડિટોક્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. જેમાં દરરોજ ૨ કલાક કોઈ પણ ઈલેટ્રોનિક ડિવાઈસનો ઉપયોગ કરતા નથી.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly