મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે કેન્દ્ર ની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મલિકે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ કે ભાજપ સરકારે તેમને રાષ્ટ્રપતિ પદની લાલચ આપી અને કહ્યુ કે ચૂપ રહેશો તો રાષ્ટ્રપતિ બનાવાશે. મલિકે કેન્દ્ર સરકાર પર ત્રણ કૃષિ કાયદાને નિરસ્ત કર્યા બાદ ખેડૂતોને કરવામાં આવેલા વચનને પૂરા ન કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે રાજ્યપાલ તરીકે મારો કાર્યકાળ આગામી છથી સાત મહિનામાં ખતમ થઈ જશે.
તે બાદ હુ ઉત્તર ભારતના તમામ ખેડૂતોને એક કરવા માટે આઉટરીચ અભિયાન શરૂ કરીશ. ભારતીય જનતા પાર્ટીના નેતા મલિકે કૃષિ સુધારાના વિવેચક રહ્યા છે. મલિકે સરકાર પર પ્રહાર કરતા કહ્યુ, આપણે ૭૦૦ થી વધારે ખેડૂતોને ગુમાવ્યા પરંતુ એક શ્વાનના મોત પર પત્ર લખનાર વડાપ્રધાને તે ખેડૂતોના મોત પર એક શબ્દ લખ્યો નહીં.
તેમણે કહ્યુ કેન્દ્ર સરકાર સ્જીઁ પર કાનૂની ગેરંટી આપવામાં નિષ્ફળ રહ્યા છે. કેમ કે વડાપ્રધાનના મિત્ર, જેમણે ત્રણ કૃષિ કાયદા લાવ્યા પહેલા પાણીપતમાં ૫૦ એકર જમીન પર ગોડાઉનનુ નિર્માણ કર્યુ હતુ. તે ઓછી કિંમત પર ઘઉં ખરીદવા ઈચ્છે છે અને ઉંચી કિંમત પર વેચવા ઈચ્છે છે. આ ખેડૂતો અને સરકારની વચ્ચેની લડત છે.