દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક મોડલ અને તેની ગર્લફ્રેન્ડની એક કરોડથી વધુના ડ્રગ સાથે ધરપકડ કરી છે. બંને દિલ્હી યુનિવર્સિટી કેમ્પસની આસપાસના સર્કલમાં ડ્રગની સપ્લાય કરતા હતા. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચે ૨૫ વર્ષના શુભમ મલ્હોત્રા અને તેની ૨૭ વર્ષીય ગર્લફ્રેન્ડ કીર્તિની એક કરોડથી વધુના ડ્રગ સાથે ધરપકડ કરવામાં આવી છે. શુભમ મોડલિંગ કરે છે, ક્રાઇમ બ્રાન્ચ પ્રમાણે બંને દિલ્હી યુનિવર્સિટી સર્કિલમાં ડ્રગ સપ્લાય કરતા હતા. પોલીસે ફિલ્મી અંદાજમાં બંને આરોપીઓને ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી રોહિત મીણા પ્રમાણે બાતમીદારો દ્વારા જાણકારી મળી હતી કે કેટલાક લોકો દિલ્હી યુનિવર્સિટીમાં ડ્રગ સપ્લાય કરે છે, આ જાણકારીને હ્યુમન ઇન્ટેલિજન્સની સાથે ટેક્નિકલ સર્વેલાન્સ દ્વારા ડેપલપ કરવામાં આવી. જલદી ક્રાઇમ બ્રાન્ચને જાણકારી મળી કે શુભમ મલ્હોત્રા નામનો એક વ્યક્તિ હિમાચલના મલાનાથી ચરસ લઈને દિલ્હી યુનિવર્સિટી વિસ્તારમાં સપ્લાય કરે છે. ૧૨ જુલાઈએ ક્રાઇમ બ્રાન્ચને જાણકારી મળી હતી કે શુભમ હિમાચલ પ્રદેશમાં હાજર છે અને પોતાની હોન્ડા એકોર્ડથી ચરસ લઈને દિલ્હી આવવાનો છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હીની સિંધુ બોર્ડર પર ટ્રેપ લગાવી, થોડા સમય બાદ શુભમની કાર જાેવા મળી પરંતુ વરસાદને કારણે અને કારની વધુ સ્પીડને કારણે પોલીસની ટીમ તેને રોકી શકી નહીં. ત્યારબાદ પોલીસે શુભમની ગાડીનો પીછો કરી તેને રોકી લીધો. ક્રાઇમ બ્રાન્ચની ટીમને કારમાંથી ન શુભમ મળ્યો ન તેની ગર્લફ્રેન્ડ. કારમાં સર્ચ કરવા દરમિયાન મ્યુઝિક સિસ્ટમમાં છુપાવીને રાખવામાં આવેલું એક કરોડથી વધુ કિંમતનું ચરસ મળી આવ્યું હતું.
પૂછપરછ દરમિયાન શુભમે જણાવ્યું કે તેણે દિલ્હીમાં અભ્યાસ કર્યો છે. તેના દેખાવને કારણે તેણે મોડલિંગની દુનિયામાં હાથ અજમાવ્યો હતો. તેને કામ પણ મળવા લાગ્યું હતું. આ દરમિયાન તે ખોટી સંગતમાં પડી ગયો. વર્ષ ૨૦૧૬માં શુભમ ચરસનો ઉપયોગ કરવા લાગ્યો અને જલદી તેની આદત પડી ગઈ. શુભમનો ખર્ચ વધી ગયો હતો. એટલે તેણે ડ્રગ્સ સપ્લાયનો ધંધો શરૂ કર્યો હતો.