બાપ રે: ‘મુંબઈની લોકલ ટ્રેનમાં સીરિયલ બ્લાસ્ટ થશે’, પોલીસને ધમકીનો કોલ આવતા જ આખું મુંબઈ ધ્રુજી ઉઠ્યું

Desk Editor
By Desk Editor
Share this Article

India News : મુંબઈ પોલીસના કંટ્રોલ (Police control) રૂમને આજે ધમકીભર્યો ફોન આવ્યો હતો.પોલીસને ફોન કરનાર વ્યક્તિએ માહિતી આપી હતી કે મુંબઈની લોકલ ટ્રેનમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Bomb blast) થવાના છે. ફોન પરના વ્યક્તિએ દાવો કર્યો હતો કે ટ્રેનમાં બોમ્બ છે. તે જ સમયે, માહિતી મળતા જ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, પોલીસે ફોન કરનારને કસ્ટડીમાં લીધો છે.

 

જાણકારી અનુસાર ધમકીભર્યો ફોન મુંબઈ પોલીસની એક મહિલા અધિકારીને કંટ્રોલ રૂમમાં મળ્યો હતો. મહિલા અધિકારીએ ફોન કરનારને પૂછ્યું કે તે કોણ છે, જેનો તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે મહિલા અધિકારીએ પૂછ્યું કે કઈ ટ્રેનમાં બોમ્બ છે, ત્યારે તે વ્યક્તિએ કોલ કાપી નાખ્યો હતો. જ્યારે તેણે ફરીથી ફોન કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો તો તેણે પોતાનો નંબર બંધ કરી દીધો.

 

 

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

આ પછી કંટ્રોલ રૂમમાં હાજર પોલીસ અધિકારીઓએ સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે મોબાઈલ નંબરના આધારે આરોપીના મોબાઈલ લોકેશન સ્કેન કર્યા હતા. પોલીસને જાણવા મળ્યું કે આરોપીનું નામ અશોક મુખિયા (Ashok Mukhia) છે, અને તે મુંબઈના જુહુમાં જોવા મળ્યો છે. આ પછી પોલીસની ટીમે જુહુ જઇને આરોપી અશોકની અટકાયત કરી હતી. આરોપી મૂળ બિહારના સીતામઢી જિલ્લાનો છે.

 

જય બજરંગબલી: નદીએ બધું નષ્ટ કરી નાખ્યું, હનુમાન મંદિર પણ ન છોડ્યું, પણ બજરંગબલીનો વાળ પણ વાંકો ન કરી શકી

હવે કોઈ નહીં બચે! SSB એ મોટી કાર્યવાહી કરતા સીમા હૈદર પર કડક એક્શન લીધાં, એક એક રહસ્યો બહાર આવતા ખળભળાટ

કેરળ સ્ટોરીની અભિનેત્રી અદા શર્માએ લીધો ચોંકાવનારો નિર્ણય, કહ્યું ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લેવા માંગુ છું જાણો શું છે કારણ?

 

પોલીસ ફોન કરનારની પૂછપરછ કરી રહી છે.

પોલીસ આરોપી અશોક મુખિયાની પૂછપરછ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર અશોકે દારૂના નશામાં કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. જોકે, આ પહેલો કેસ નથી. તાજેતરમાં જ હરિયાણાના ગુરુગ્રામ પોલીસને પણ આવો જ એક ધમકીભર્યો ફોન આવ્યો હતો. ત્યારે ફોન કરનારે ધમકી આપી હતી કે દિલ્હી અને મુંબઇના ડોમેસ્ટિક એરપોર્ટ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટો બોમ્બ બ્લાસ્ટ થવાનો છે. આ બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. ગુરુગ્રામ પોલીસે આ ધમકીભર્યા કોલ અંગે મુંબઇ પોલીસના અધિકારીઓને પણ જાણ કરી હતી.


Share this Article