India News : ગુજરાતથી મુંબઇ જઇ રહેલી ટ્રેનની અંદર આરપીએફના કોન્સ્ટેબલે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ટ્રેનની અંદર આરપીએફના જવાનોએ એક પછી એક ચાર લોકોને ઠાર માર્યા હતા. આ ફાયરિંગમાં આરપીએફના એએસઆઇ સહિત ત્રણ યાત્રીઓના મોત થયા હતા. હાલ આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેને આ ઘટના પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટ્રેન મુંબઈ સેન્ટ્રલ પહોંચી ગઈ છે.
જાણકારી મુજબ સોમવારે સવારે જયપુર-મુંબઈ સુપરફાસ્ટ ટ્રેન બોરીવલીથી મીરા રોડ જઈ રહી હતી. અહીંથી જ આરપીએફના કોન્સ્ટેબલ ચેતને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ સવારે લગભગ 5 વાગે કરવામાં આવ્યું છે. આ ફાયરિંગમાં 4 લોકોના મોત થયા છે. જેમાં આરપીએફના એએસઆઇ ટીકારામનું મોત થયું હતું. આ ફાયરિંગ ટ્રેનના બી5 કોચમાં થયું હતું.
આરોપી પાસે બંદૂક હતી.
એસી કોચ એટેન્ડન્ટ કૃષ્ણકુમાર શુક્લાએ જણાવ્યું હતું કે તેમણે સવારે ૫ વાગ્યાની આસપાસ બંદૂક ચલાવવાનો અવાજ સાંભળ્યો હતો. તે સમયે કોન્સ્ટેબલના હાથમાં બંદૂક હતી અને તેણે એએસઆઈને ગોળી મારી દીધી હતી. તે સમયે કૃષ્ણ કુમાર શુક્લ સૂઇ રહ્યા હતા, ગોળીના અવાજ બાદ તેઓ જાગી ગયા હતા. 4 લોકોની હત્યા બાદ કોન્સ્ટેબલ આખા ડબ્બામાં ફરી રહ્યો હતો અને બધા ગભરાઈ ગયા હતા.
એએસઆઈ સાથે અણબનાવની શંકા
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આરોપી કોન્સ્ટેબલ ચેતને તેના અધિકારી એએસઆઈ ટીકારામ સાથે કોઈ બોલાચાલી કરી હતી, ત્યારબાદ આ મામલો હાથમાંથી નીકળી ગયો હતો અને તેણે તેમના પર ગોળીબાર કર્યો હતો. આરોપી અહીં જ ન રોકાયો, તેણે નજીકમાં જ 3 મુસાફરો પર ફાયરિંગ પણ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત બાદ ટ્રેનના કોચમાં બેઠેલા બાકીના મુસાફરો ભારે ડર સાથે પોતાની જગ્યાએ બેસી ગયા હતા.
હવામાન વિભાગે કરી આજની આગાહી, હાલમાં વરસાદની સિસ્ટમ ગુજરાત પર એક્ટિવ નથી, છતાં અતિભારે વરસાદની વકી
ટ્રેનનો ડબ્બો સીલ કરી દેવામાં આવ્યો હતો.
સવારે લગભગ 5 વાગ્યે ટ્રેનમાં ફાયરિંગ થયું હતું, ત્યારબાદ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પહોંચી હતી. આ ઘટના ટ્રેનના બી5 કોચમાં બની હતી. આખા ડબ્બામાં ઘણી જગ્યાએ લોહીના ડાઘ સ્પષ્ટ દેખાતા હતા. ઘટના સ્થળે પહોંચેલી તપાસ ટીમે બોગીઓને સીલ કરી દીધી છે અને બોગીઓની અંદરથી ગુનાના પુરાવા મેળવ્યા છે.