National News: PM મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. ત્યારે તાજેતરમાં જ તેઓનો પોતું મારતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ નાસિકના પ્રસિદ્ધ કાલારામ મંદિરમાં સાફ-સફાઇ કરતા નજરે પડ્યાં છે.
PM મોદી પોતું મારતા નજરે પડ્યાં
PM મોદીએ આજે નાસિકના કાલારામ મંદિરમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો છે. ત્યારે તેઓ કાલારામ મંદિરમાં હાથમાં પોતું લઇને સાફ સફાઇ કરી રહ્યાં છે. સાથે લોકોને સ્વચ્છતાની અપીલ પણ કરી રહ્યાં છે.
PM મોદીએ સૌ પ્રથમ આ મંદિરમાં પ્રાર્થના કરી. ત્યાર બાદ મંદિરના પ્રાંગણમાં પોતે જ પોતું મારીને સાફ સફાઇ કરી રહ્યાં છે. જે વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
PM મોદીએ ગોદાવરી નદીના કિનારે કરી પૂજા-અર્ચના
તદુપરાંત PM મોદીએ આજે સૌ પહેલા નાસિકમાં રોડ શો કર્યો હતો. દરમિયાન તેઓની સાથે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર રહ્યાં હતા. રોડ શો બાદ PM મોદીએ ગોદાવરી નદીના કિનારે આવેલા રામકુંડ ખાતે પૂજા-અર્ચના કરી હતી.
Breaking News: અભિનેતા શાહરૂખ ખાનને મળી નોટિસ, આગામી સુનાવણી થશે 12 એપ્રિલે, જાણો સમગ્ર મામલો
EDની મોટી કાર્યવાહી… 56,000 કરોડના કૌભાંડમાં અબજોપતિ મિત્તલ સહિત 5ની કરી ધરપકડ
ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ શ્રી કાલારામ મંદિરે જઇ પૂજા-અર્ચના કરી. જ્યાં તેઓએ મંજીરા વગાડી ભજનનો આનંદ ઉઠાવ્યો હતો. ત્યાર પછી PM મોદીએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું.