World News: મોસ્કો જઈ રહેલું એક ભારતીય વિમાન અફઘાનિસ્તાનના બદખ્શાનના વાખાન વિસ્તારમાં ક્રેશ થયું છે. અફઘાન મીડિયાએ આ જાણકારી આપી છે. અફઘાનિસ્તાનની સ્થાનિક ટેલિવિઝન ચેનલ ટોલોન્યૂઝે પ્રાંતીય માહિતી અને સંસ્કૃતિ વિભાગના અધિકારી ઝબીહુલ્લાહ અમીરીને ટાંકીને જણાવ્યું હતું કે રવિવારે (21 જાન્યુઆરી) ઉત્તર અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. અધિકારીએ જણાવ્યું કે ક્રેશ થયેલા વિમાનને લઈને કુરાન-વા-મુંજન જિલ્લાના તોપખાના વિસ્તારમાં એક ટીમ મોકલવામાં આવી છે.